GSTV
Home » News » 170 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વેરાવળથી દીવના પટ્ટા પર સૌથી વધુ ખરાબ અસર થશે

170 કિમીની ઝડપે ફૂંકાશે પવન, વેરાવળથી દીવના પટ્ટા પર સૌથી વધુ ખરાબ અસર થશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર આવતીકાલે સવારે ત્રાટકનારું વાયુ વાવાઝોડું હવે વેરાવળ દક્ષિણથી માત્ર 340 કિલોમીટર દૂર રહ્યું છે. વાવાઝોડુ જેમ-જેમ દરિયાકાંઠા નજીક આવશે તેમ તેમ  વધુ મજબૂત થઈ રહ્યું છે.

હવામાનખાતાના સૂત્રો જણાવે છે કે આવતીકાલે વાવાઝોડું આવશે એ સમયે અને બાદ પણ 140થી લઇ 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વેરાવળ અને દીવ વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારોની હાલત સૌથી વધારે કફોડી બનશે.

વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ આ વિસ્તારમાં જ જોવા મળશે. ગુજરાત સરકારે રાહત અને બચાવ માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે. રાજ્યભરમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની 36 મને દરિયાકાંઠા વિસ્તારોમાં રવાના કરી દીધી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાંથી પાંચ લાખથી વધુ લોકોનો સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયું છે. 

આજે સાંજ સુધીમાં આ આંકડો વધી શકે છે. સરકારે ગીર સોમનાથ દ્વારકા વગેરે જેવા પર્યટક અને ધાર્મિક સ્થળોની હોટલોમાંથી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડી દીધા છે. આ બંને મંદિરો પણ અત્યારે પ્રવાસીઓ માટે અને દર્શનાર્થીઓ માટે બંધ કરાયા છે.

એનડીઆરએફ તથા ફાયર બ્રિગેડની ટીમ લાઈફ જેકેટ તેમજ કટર સહિતની સામગ્રી સાથે તૈયાર છે. વાવાઝોડાને કારણે જાન માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે સવારે વાવાઝોડું આવશે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે.

વાયુ વાવાઝોડાની અસર આજે સવારથી શરૂ થઈ ગઈ છે જેમાં વેરાવળના દરિયામાં બેથી અઢી મીટર સુધીના મોજા ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બન્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. કલેકટર દ્વારા પોલીસ અને એનડીઆરએફની ટીમને દરિયાકાંઠે રાખી દેવાય છે અને કોઈપણ માણસને દરિયાકિનારા પર જવા દેવાતા નથી.

રાજ્યભરના અનેક વિસ્તારોમાં આજે હવામાનમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે. તાપી જિલ્લામાં વાલોડ ખાતે મિનિ વાવાઝોડું ફૂંકાયું છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે તેમજ કેટલાક વિસ્તારોમાં મકાનના પતરા ઓ ઉડયા છે અને અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

Read Also

Related posts

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

સુરતમાં સીટી બસના ડ્રાઈવરે દાદાગીરી કરી યુવકને માર માર્યો, ઉશ્કેરાયેલા લોકોએ ચાલકને ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

ડીપીએસ સ્કૂલને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, માન્યતા થઈ શકે છે રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!