GSTV
Home » News » જાફરાબાદ ગામને ખાલી કરવા તંત્ર ખડેપગે, કૃષિ મંત્રી આર.સી.ફળદુ પહોંચ્યા તો અમરીશ ડેર સત્તત હાજર

જાફરાબાદ ગામને ખાલી કરવા તંત્ર ખડેપગે, કૃષિ મંત્રી આર.સી.ફળદુ પહોંચ્યા તો અમરીશ ડેર સત્તત હાજર

વાયુ વાવાઝોડું રાજુલા-જાફરાબાદના દરિયા કિનારે આજ રાત સુધીમાં પહોંચી શકે છે. ત્યારે જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. અને જાફરાબાદ તાલુકાના દરિયાથી ખુબજ નજીકના ગણાતા વાઢેરા ગામમાં પહોંચ્યું હતું અને આ વિસ્તારની શું પરિસ્થિતિ છે તે અંગે જાણવાનો પ્રયત્નો કર્યા હતો.આ ગામમાં તંત્ર દ્વારા ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. અને લોકોને સલામત સ્થળે ખસેડવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ ગામના લોકોની મુલાકાત કૃષિમંત્રી આર.સી ફળદુ પણ લઇ ચુક્યા છે. આ ઉપરાંત આ ગામને ખાલી કરાવવા ધારાસભ્ય અમરીશ ડેર પણ સતત સેવામાં છે. આ ગામમાં પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. તેમજ એસ.ટી બસ પણ લોકોના સ્થળાંતર માટે ગોઠવી દેવામાં આવી છે. ત્યારે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ હોય તેવું લાગી રહ્યું છે.

વીજપુરવઠો ખોરવવાની પૂરતી શક્યતા

ગુજરાતમાં વાયુ ચક્રવાતની ઝડપ 110 થી 135 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. જે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે. ચક્રવાત હાલમાં કોંકણ તટ તરફથી સૌરાષ્ટ્રના પોરબંદર અને મહુવા તરફ આગળ વધી રહ્યુ છે. ચક્રવાતના કારણે વીજ પૂરવઠો ખોરવાવાની અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. ચક્રવાતથી પ્રભાવિત થાય તેવા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરાઈ છે. વાયુ વાવાઝોડાની લોકલ વિમાની સેવા પર પણ અસર જોવા મળી રહી છે. ડોમેસ્ટિક ટુ જેટ અને એયર ડેક્કનની તમામ વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે. બંને એરલાઈન્સ ગુજરાતમાં લોકલ સેવા આપે છે.

આ તમામ ફલાઈટો અમદાવાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં જાય છે. વાવાઝોડાની આફતના પગલે ફલાઈટો રદ કરી દેવામાં આવી છે.. ત્યારે પોરબંદર, દિવ, કંડલા, મુંદ્રા, ભાવનગરની વિમાની સેવા રદ્દ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાના કારણે એરપોર્ટ ઓથોરીટીએ મહત્વનો નિર્ણય લેતા આ વિમાની સેવાઓ લગભગ બે દિવસ માટે રદ્દ કરી છે. વાયુ વાવાઝોડાના કારણે ઘણી ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર જતી તમામ ફ્લાઈટો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

INX કેસમાં પી. ચિદમ્બરને મોટો ઝટકો, 26મી ઓગષ્ટ સુધી રહેવું પડશે જેલમાં

Riyaz Parmar

ISROના અધ્યક્ષ સિવાનને અનોખી સિદ્ધિ માટે મળ્યો કલામ પુરસ્કાર, તામિલનાડુ સરકારે કર્યા સન્માનિત

Path Shah

CBI એ ઇન્દ્રાણી વિશે પૂર્વ ગૃહ મંત્રીને સવાલ કર્યો તો ચિદમ્બરમે આપ્યો કાંઇક આવો જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!