GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

ગુજરાતમાં વાયુ સંકટના કારણે કુલ 40 ટ્રેન રદ્દ, વિમાન સેવા પણ ઠપ્પ

ચક્રવાત વાયુ ગુજરાતના તટ તરફ વધવાની સાથે જ ખુબ જ ખતરનાક વાવાજોડામાં બદલાઈ ગયુ છે. હવામાન વિભાગ મુજબ આજે બપોરે આ વેરાવળ કીનારે 170 કિમી પ્રતિ કલાકની સ્પિડથી અથડાશે. સામાન્ય રીતે વાવાજોડુ અથડાયા પછી નબળુ પડી જાય છે પરંતુ હવામાન ખાતા અનુસાર આગલા 24 કલાક દરમિયાન આ ચક્રવાત ખુબ જ વિનાશ સર્જી શકે છે. ગુજરાત, દિવ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ આવવાની આશંકા છે.

ગુહમંત્રાલયે ગુજરાતના દસ જીલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યુ છે. એનડીઆરએફની 52 ટીમો ગુજરાત મોકલવામાં આવી છે જ્યારે સેનાને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. એટલુ જ નહીં પરંતુ વાવાજોડા સામે લડવા માટે નૌસેનાના વિમાનો અને બોટોને પણ તૈયાર રાખવામાં આવી છે. ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આપત્તી પ્રબંધન સમિતિની બેઠકમાં બચાવ અને રાહતના કામો ચાલુ કરવામાં આવ્યા છે. મંત્રાલયે લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા જણાવ્યુ હતુ.

ગઇ કાલ રાતથી વિમાની સેવા ઠપ્પ

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ વાયુ વાવાઝોડાને કારણે થનારા નુકસાનને ઓછું કરવા માટે તેમજ મુસાફરોને પડતી હાલાકીથી બચાવવા માટે પોરબંદર, દિવ, ભાવનગર, કેશોદ અને કંડલા એરપોર્ટ ગઇકાલે મધ્યરાતથી જ ફ્લાઇટની ઉડાન રદ્દ છે. તેમજ અન્ય ગતિવિધીઓ ઠપ્પ છે.

પશ્ચિમ રેલવેની 40 ટ્રેન રદ્દ કરવામાં આવી

સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલ સવારથી બદલાયેલા વાદળછાયા વાતાવરણને લીધે અમુક વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાતો રહ્યો હતો. આ સ્થિતિમાં આજે વાવાઝોડાની સંભાવના જોતા પશ્ચિમ રેલ્વે દ્વારા વેરાવળ-દેલવાડા, અમરેલી – વેરાવળ, દેલવાડા – જૂનાગઢ, સોમનાથ – ઓખા, હાપા-ઓખા, ગાંધીનગર- ભાવનગરની ટ્રેનોની આવન-જાવન સહિત કુલ 40 ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી. તેમજ 28 ટ્રેનો આંશિક રીતે કેન્સલ કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા તંત્ર સંપૂર્ણ સજ્જ

ગુજરાતનાં દરિયાઈ વિસ્તારોનાં 10 જિલ્લામાં આવેલી શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ, નેવી, એરફોર્સ, આર્મી જેવાં તમામ સુરક્ષા દળોને એલર્ટ કરાયા છે. સૈન્યએ ગુજરાતનાં તટવર્તી વિસ્તારોમાં 10 ટીમ તૈયાર રાખી છે. આ સાથે જ 24 ટુકડીઓને પણ અવેજીમાં તૈયાર રાખવામા આવી છે. દરેક ટુકડીમાં અંદાજીત 70 જવાનો કાર્યરત છે.

vayu cyclone vadodara

હાઈએલર્ટ પર મુકાયેલા પોરબંદર તાલુકાના ગામો

પોરબંદર તાલુકાના પોરબંદર અને છાંયા ઉપરાંત વિસાવાડા, મીંયાણી, ટુકડા-મીંયાણી, ભાવપરા, રાતડી, કાંટેલા, કુછડી, પાલખડા, માધવપુર, ચિકાસા, નવીબંદર, રાતિયા, ઉંટડા, બળેજ, મુળ માધવપુર, ગોરસર-મોચા, ગરેજ, ચીંગરીયા, પાતા, જાવર, ઓડદર, રતનપર, ટુકડા-ગોસા, ગોસા, નવાગામ રાજપર, ધરમપુર, મંડેર, કડછ, કોલીખડા, દેગામ, વડાળા, બરડીયા અને ભડ જેવા ૩૪ ગામોનો સમાવેશ કરીને આ ગામોમાં વાયુની અસર જોવા મળશે તેમ જણાવાયું છે.

હાઈએલર્ટ પર મુકાયેલા રાણાવાવ તાલુકાના ગામો

રાણાવાવ તાલુકાા ૨૯ ગામો હનુમાનગઢ, આસીયાપાટ, બિલેશ્વર, ખંભાળા, રામગઢ, રાણાબોરડી, અણીયારી, દોલતગઢ, રાણાખીરસરા, રાણાવાડોત્રા, ડૈયર, ખીજદડ, રાણાકંડોરણા, ભોડદર, મહીરા, નેરાણા, પાદરડી, કેરાળા, બાપોદર, મોકર, રાણાવડવાળા, ભોદ, વનાણા, પીપળીયા, આદીતપરા, જાંબુ, ઠોયાણા, અમરદડ અને દિગ્વીજયગઢ ગામનો સમાવેશ થાય છે.

હાઈએલર્ટ પર મુકાયેલા કુતિયાણા તાલુકાના ગામો

કુતિયાણા તાલુકાના ૧૮ ગામો જેમાં કુતિયાણા શહેર, મહીયારી, છત્રાવા, અમીપુર, જમરા, કાંસાબડ, તરખાઈ, ફરેર, કડેગી, ભોગસર, સેગરસ, પસવારી, રેવદ્રા, કવલકા, ગઢવાણા, ધરસન, જુણેજ અને મોડદરનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

કોરોના બાદ ચીનમાં ફેલાયો આ વાયરસનો હાહાકાર, આ છે લક્ષણો !

Dilip Patel

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહન નીતિ જાહેર, 1 લાખ વાહનો એક વર્ષમાં નોંધશે

Dilip Patel

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ 100 અબજ ડોલરની ક્લબમાં જોડાયા, કોરોનાકાળમાં થયો મસમોટો ફાયદો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!