GSTV
Home » News » વાયુ: કચ્છમાં ઘાત ટળી, વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાયુ, હવે માત્ર વરસાદ થશે

વાયુ: કચ્છમાં ઘાત ટળી, વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાયુ, હવે માત્ર વરસાદ થશે

વાયુ વાવાઝોડું કચ્છના સમુદ્ર કિનારા તરફ ફંટાયા બાદ હવે ત્યાં તેનું સંકટ ટળી ગયું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, હવે કચ્છમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જો કે, પવન સાથે વરસાદ આવવાની શક્યતાઓ છે. તેથી દરિયાની નજીકના વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

વાયુ વાવાઝોડાને પગલે તંત્ર દ્રારા બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે તથા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પરંતુ હવે વાયુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF તથા અન્ય ટીમો પોરબંદર, જામનગર, દ્રારકા, મોરબીમાં તથા જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠામાં પણ તૈનાત કરાઈ છે. સુરક્ષાના તમામ પ્રયાસો હાથ ધરાયા છે.

હાલમાં અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા 3 દિવસથી નાના-મોટા ઝાપટા સાથે વરસાદે અમદાવાદમાં દેખા દીધી છે. તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું થોડે-ઘણે અંશે આગમન થઈ ચૂક્યું છે. જેથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

READ ALSO

Related posts

pratik shah

પાયાવિહોણા આરોપો લગાવનારાઓને જડબાતોડ જવાબ છે રાફેલ પર નિર્ણય, કોંગ્રેસ માંગે માફી

Mansi Patel

ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મહારાજને મુખાગ્નિ આપવાની અંતિમ બોલી 4 કરોડ 51 લાખમાં બોલાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!