GSTV
Home » News » 1 લાખ લોકોનું થશે સ્થળાંતર : 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે 20 જિલ્લામાં વરસશે વરસાદ

1 લાખ લોકોનું થશે સ્થળાંતર : 165 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે 20 જિલ્લામાં વરસશે વરસાદ

વાયુ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ખતરનાક બની રહ્યું છે. ૧૬૦ થી ૧૬૫ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. વાયુ વાવાઝોડુ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાતના દક્ષિણ દરિયા કિનારે પહોંચવાની સંભાવના છે. ત્યારે દરિયામાં દોઢથી બે મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. ગુજરાતના જામનગર, વલસાડ, અમરેલીના દરિયા કિનારા પર એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ જિલ્લાના 40 ગામમાં તંત્ર એલર્ટ પર છે. ભાવનગરના તટીય વિસ્તારોમાં 34 ગામોને એલર્ટ કરાયા છે. આર્મીની 10 કોલમ તૈનાત કરાશે. પોરબંદર, રાજકોટ અમરેલી, ભાવનગરમાં આર્મી તૈનાત કરાશે. ગુજરાતમાં એનડીઆરએફની કુલ 36 ટીમો તૈનાત રહેશે. આર્મી, એનડીઆરએફસ કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગની ટીમ સજ્જ છે. માછીમારોને દરિયો ન ખેડવા અને સહેલાણીઓને દરિયાકિનારે ન જવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં બે દિવસ શાળા કોલેજ બંધ રાખવા આદેશ કરાયા છે. વાયુ વાવાઝોડું જ્યારે ગુજરાતમાં ટકરાશે ત્યારે દરિયાઈ વિસ્તારોમાં 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. રાજ્ય સરકારના વિવિધ પ્રધાનોને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. એક લાખ લોકોનું સ્થળાંતર કરવાની સરકારની યોજના છે.

  • વાયુ ચક્રવાતને લઈને એલર્ટ
  • સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં સ્થળાંતર કામગીરી
  • એક લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવા તંત્રની કવાયત
  • જામનગર : ૧૩,૯૦૦ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી
  • આર્મી, એરફોર્સ, નેવી અને એનડીઆરએફ ટીમ એલર્ટ પર
  • અમરેલીઃ કાંઠા વિસ્તારના ૨૩ ગામોને એલર્ટ
  • ૧૯ હજારથી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી
  • જૂનાગઢઃ કાંઠા વિસ્તારના ૧૪ ગામોને એલર્ટ કરાયા
  • ગીર સોમનાથઃ ૫૧ ગામોને એલર્ટ કરાયા
  • ગીર સોમનાથમાં ૭૬૮ લોકોના સ્થળાંતરનો આદેશ
  • મોરબીમાં : ૩૯ ગામનો ૫૫૯૩ લોકોના સ્થળાંતરની કવાયત
  • રાજકોટઃ ૩૨ ગામના ૮,૫૦૦ લોકોના સ્થળાંતરની કામગીરી
  • પોરબંદરઃ ૮૦ ગામના ૩૫ હજાર લોકોના સ્થળાંતરનો આદેશ
  • દેવભૂમિ દ્વારકાઃ ૪૪ ગામોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા
  • પોરબંદરઃ કુતિયાણા અને રાણાવાવના ૮૦ ગામોને એલર્ટ કરાયા

3 દિવસમાં ક્યાં કેટલા વરસાદની આગાહી

જિલ્લો12 જૂન13 જૂન14 જૂન
સુરેન્દ્રનગરહળવોથી મધ્યમહળવોથી મધ્યમહળવોથી મધ્યમ
રાજકોટહળવોથી મધ્યમભારે વરસાદભારે વરસાદ
જામનગરહળવોથી મધ્યમભારેથી અતિભારેભારે વરસાદ
પોરબંદરહળવોથી મધ્યમભારેથી અતિભારેભારે વરસાદ
જૂનાગઢભારેથી અતિભારેભારેથી અતિભારેહળવોથી મધ્યમ
અમરેલીભારેથી અતિભારેભારેથી અતિભારેહળવોથી મધ્યમ
ભાવનગરભારેથી અતિભારેભારેથી અતિભારેહળવોથી મધ્યમ
મોરબીહળવોથી મધ્યમહળવોથી મધ્યમભારે વરસાદ
દેવભૂમિ દ્વારકાહળવોથી મધ્યમભારેથી અતિભારેભારે વરસાદ
ગીર સોમનાથભારેથી અતિભારેભારેથી અતિભારેહળવોથી મધ્યમ
કચ્છહળવોથી મધ્યમભારે વરસાદભારે વરસાદ
દીવભારેથી અતિભારેભારેથી અતિભારેહળવોથી મધ્યમ
મહેસાણાઓછી શક્યતાઓછી શક્યતાઓછી શક્યતા
અમદાવાદહળવોથી મધ્યમઓછી શક્યતાઓછી શક્યતા
આણંદહળવોથી મધ્યમહળવોથી મધ્યમહળવોથી મધ્યમ
ભરૂચહળવોથી મધ્યમહળવોથી મધ્યમઓછી શક્યતા
સુરતહળવોથી મધ્યમભારે વરસાદહળવોથી મધ્યમ
નવસારીભારે વરસાદભારે વરસાદહળવોથી મધ્યમ
વલસાડભારે વરસાદભારે વરસાદહળવોથી મધ્યમ
દમણભારે વરસાદભારે વરસાદહળવોથી મધ્યમ

Related posts

સાઉદી અરેબિયાની કંપનીએ વર્ક પરમીટ રીન્યુ ન કરતા ગુજરાતીઓ ફસાયા, પીએમ મોદી પાસે માગી મદદ

Nilesh Jethva

‘શાહી જમાઇ રાજા’ની મુશ્કેલી નક્કી વધશે, હરિયાણાની ભાજપ સરકારે આપ્યા આ સંકેત

Riyaz Parmar

પ્લાસ્ટિક પર લાગેલા પ્રતિબંધને લઈને અમદવાદમાં વેપારીઓએ રેલી કાઢી વિરોધ કર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!