GSTV

વરસાદથી રાજ્યમાં માર્કેટ યાર્ડમાં પડેલ અનાજને ભારે નુકસાન

ઓખી વાવાઝોડાની અસર તળે વરસેલા વરસાદથી રાજ્યમાં ઘણા સ્થળે કમોસમી વરસાદ વરસ્યો છે. જેથી રાજકોટના બેડી વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં મગફળીની બહાર પડેલી બોરીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પ્રયાસ કરાયો હતો.

આમ છતાં અમુક બોરીઓ પલળી જતા નુકસાનીનો ચોક્કસ આંક સર્વે બાદ જ બહાર આવશે. તો છોટાઉદેપુર જિલ્લામાં કપાસ તેમજ તુવેરના પાકમાં ભારે નુકસાન થયું છે.

નસવાડીમાં કપાસનો પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તો મહેસાણાના ઉંઝાના બજારમાં ઝરમર વરસાદથી જીરૂના પાકને અસર થવાની ભીતિ છે. ઝરમર વરસાદને કારણે ઉંઝા બજારમાં જીરુંના ઢગલા ઢાંકી દેવાયા હતા.

Related posts

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી

pratik shah

બાળકના મોત બાદ પિતાનો આરોપ, એક ચોક્કસ સમુદાયનો હોવાને કારણે ડોક્ટરોએ સારવાર ન કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!