GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

VIDEO : નિસર્ગ વાવાઝોડાને લઈને દરિયો બન્યો ગાંડોતુર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવી છે સ્થિતિ

દેશમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાને લઈને ભારે પવન સાથે વરસાદ ફૂંકાવા લાગ્યો છે. નિસર્ગ ચક્રાવાત મહારાષ્ટ્રના અલીબાગના દરિયામાં ટકરાઇ ગયું છે. વાવાઝોડાની રફતાર 110-120 કિમી/કલાકની જણાવવામાં આવી રહી છે. વાવાઝોડા પહેલા મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં આંધી સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. અનેક જગ્યાઓએ ઝાડ ઉખડી ગયા છે. ત્યાં સમુદ્રની તેજ લહેરોના કારણે રત્નાગિરીમાં જહાજ ફસાઇ ગયું છે. મુંબઈમાં તોફાન સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. મુંબઈના દરિયાકાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોવાથી લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજાઓ કિનારા પર અફળાઈ રહ્યા છે.

હજુ પણ દરિયાકાંઠએ લેન્ડ ફોલની પ્રક્રિયા ચાલુ છે. ચક્રવાતની તીવ્રતા 90થી 100 કિમી પ્રતિ કલાક છે. તે ઉત્તર પૂર્વ તરફ જશે. આગામી 6 કલાક દરમિયાન ચક્રવાત વાવાઝોડું નબળું પડી જશે. વાવાઝોડની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. ગુજરાતમાં દ્વારકાનો દરિયો પણ ગાંડો થયો છે. ખૂબ જ મોટા મોજા ઊછળી રહ્યા છે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠે પણ ખૂબજ ઊંચા મોજા ઊછળી રહ્યા છે. રત્નાગીરી વિસ્તારમાં પણ ઊંચા મોજા ઊછળી રહ્યા છે.

મહારાષ્ટ્રના અલિબાગમાં જ્યાં વાવાઝોડું ત્રાકટ્યું છે તે વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં રહેલા જહાજો સાથે દરિયાના ઊંચા મોજા અફળાયા

નિસર્ગ વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. સિંધુદુર્ગ વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. પવનની ગતિ 90થી 100 કિમી જેટલી રહી છે.

નિસર્ગ વાવાઝોડાને લઈને મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો છે. હરિહરેશ્વર અને દમણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અલિબાગ વિસ્તારમાં વાવાઝોડું ટકરાયા પહેલાં થી ભારે પવન સાથે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે.

વાવાઝોડાને પગલે ગોવાના મિરામાર બીચ પર પણ ભારે મોજાઓ ઊછળી રહ્યા હતા. ગોવાથી લઈને ગુજરાત સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે મોજાઓ જોવા મળી રહ્યા છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!