GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આજે ‘નિસર્ગ’ ચક્રાવાત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના આ જિલ્લાઓને ધમરોળશે

નિસર્ગ વાવાઝોડા

ઈ.સ.2020માં સૌરાષ્ટ્ર-ગુજરાતને અસરકરતા પ્રથમ વાવાઝોડુ જેનું નામ નિસર્ગ રખાયું છે તે આજે મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયું હતું અને બપોર સુધીમાં કલાકના 11 કિ.મી.ની ઝડપે તે સુરતથી 640 કિ.મી., મુંબઈથી 430, ગોવાથી 280 કિ.મી.એ આવી પહોંચ્યું હતું અને હવામાનખાતાની આગાહી મૂજબ આજે તા.3ના સાંજ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં દમણથી હરિહરેશ્વર વચ્ચે અલીબાગ પાસે ટકરાશે.

સાયક્લોન સ્ટોર્મમાં ફેરવાયુ, આ જિલ્લાઓને સૌથી વધુ અસર

આજે ડીપ ડીપ્રેસનની સ્પીડ વધતા તે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે અને આજે તે વધુ શક્તિશાળી બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઈને જમીન સાથે ટકરાશે. જો કે, પહેલેથીજ આ વાવાઝોડાનો અંદાજિત રૂટ મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ તરફનો છે જે કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં તે તરફના અમરેલી, ભાવનગર વિસ્તારોને વધુ અસર થશે જ્યારે દ્વારકા, પોરબંદર કચ્છ સહિતના વિસ્તારોને ઓછી અસર થશે. હવામાન ખાતા અનુસાર આ વાવાઝોડુ ગુજરાત મહારાષ્ટ્રને સ્પર્શે તે પહેલા ઉત્તર પૂર્વ તરફ ટર્ન લેશે, અર્થાત્ ગુજરાતના આંશિક ભાગ પર વધુ અસર થશે અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ભાગ પર પર ખતરો હાલ ઓછો થયો છે પરંતુ, વરસાદની શક્યતા સમગ્ર રાજ્યમાં છે.

ભારે પવન સાથે વરસાદની આગાહી

આજે તા.3 તથા 4ના સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદની આગાહી છે જ્યારે ગુજરાત વિભાગમાં તા.3 કરતા 4ના વરસાદની માત્રા વધુ રહેવા આગાહી થઈ છે. પરંતુ, હાલ કોરોનાથી ગ્રસ્ત મુંબઈ, પાલઘર, થાણે , રાઈગઢ સહિતના વિસ્તારોમાં તો આઠ ઈંચ જેવો તોફાની અને અતિ ભારે વરસાદ વરસવા આગાહી થઈ છે.

ગુજરાતમાં ભાવનગર, સુરત, ભરુચ તથા આજુબાજુના વિસ્તારોમાં 60થી 90 કિ.મી. સુધી અને નવસારી, વલસાડ સહિત વિસ્તારોમાં 110 કિ.મી. સુધી પવન ફૂંકાય તેવી આગાહી છે. વાવાઝોડાની સૌથી વધુ સ્પીડ તા.3ના રહેશે જે પછીના બે દિવસ ક્રમશઃ ઘટતી જશે.

બીજી તરફ કેરલથી નૈઋત્યનું ચોમાસુ આજે તમિલનાડુ,કર્ણાટક તરફ આગળ વધ્યું હતું અને આ ચોમાસાને પણ ગતિ મળવાની શક્યતા છે. ગુજરાતમાં વાવાઝોડાના પગલે એલર્ટ મેસેજ જારી કરાયા છે, બંદરો પર આજે પણ સિગ્નલ-1 લગાવાયા હતા, અને માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઈ છે.

Read Also

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel

દિલ્હી-NCRમાં ફરી એક વાર આવ્યો ભૂકંપ, આ વખતે નોંધાયા 4.7ની તિવ્રતાના આંચકા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!