GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વાવાઝોડાનું સંકટ: સુરતનું વહીવટીતંત્ર એલર્ટ, 4 જૂન સુધી દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ

ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાઇ રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું 3 જૂનના રોજ એટલે કે બુધવારે સાંજે અથવા રાત્રિ સુધીમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ત્રાટકી શકે છે.પૂર્વ-મધ્ય અને તેને સંલગ્ન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

  • હજીરા અને મગદલ્લા પોર્ટ ઉપર એક નમ્બર નું સિગ્નલ લગાવાયુ
  • ઔધોગિક એકમોને વાવાઝોડા ના સંકેત આપવા સિગ્નલ આપવામાં આવ્યા
  • આગાહી ના પગલે સ્થળાંતર કરવા 106 શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા
  • શહેરમાં તમામ મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા

શહેરમાં તમામ મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા

નિસર્ગ વાવાઝોડાની આગાહીને પગલે સુરતનું વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું છે. નિસર્ગ વાવાઝોડું સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે સુરતના પ્રખ્યાત ડુમસ અને સુવાલી બીચ બંધ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 4 જૂન સુધી દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના 32 ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી

સુરતના હજીરા અને મગદલ્લા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો ઔદ્યોગિક એકમોને વાવાઝોડાના સંકેત આપવા સિગ્નલ આપવામાં આવ્યા છે. કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોના સંભવિત સ્થળાંતરને ધ્યાને રાખી 106 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે..સાવચેતીના ભાગરૂપે શહેરના તમામ મોટા હોર્ડિંગ્સ પણ ઉતારી લેવાયા છે. નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં 3 થી 5 જૂન દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નિસર્ગ વાવાઝોડાને પગલે બુધવારે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, દમણ, દાદરા નગર હવેલીમાં 90 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની આગાહી વચ્ચે વતાવરણમાં પલટો જોવા

દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની આગાહી વચ્ચે વતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થયો. વ્યારા વાલોડ સહિતના તાલુકાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે..વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો એ ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે.

READ ALSO

Related posts

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari

રશિયાના બંધારણમાં સુધારો: લોકોની ઈચ્છાથી 2036 સુધી પુતિન રહેશે દેશના સર્વોચ્ચ વડા

Bansari

મુકેશ અંબાણી પર લક્ષ્મીજી મહેરબાન, Jioમાં 1894 કરોડનું રોકાણ કરશે આ કંપની

Bansari
Do NOT follow this link or you will be banned from the site!