GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

વાવાઝોડા પહેલા જ ગુજરાત-મહારાષ્ટ્રમાં જોવા મળી તેની અસર! ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષો ધરાશાપી

ગુજરાત

મહારાષ્ટ્રના પાલઘરમાં વાવાઝોડના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેથી  શહેરના મોટા ભાગના વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. ત્યારે શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો હતો.

મહારાષ્ટ્રના રાયગઢમાં વરસાદ

મહારાષ્ટ્રના રાયગઢમાં વરસાદ પડ્યો. નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે રાયગઢમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.તેમજ દરિયામાં મોજા ઉછળ્યા

પણજીમાં નિસર્ગ વાવાઝોડાની અસર

પણજીમાં નિસર્ગ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે પણજીમાં વરસાદનું આગમન થયું છે અને ભારે પવન સાથે અહીયા વરસાદ પડી રહ્યો છે. તંત્ર દ્વારા અહીયા સૌ કોઈને સાવચેત કરી દેવામાં આવ્યા છે અને વાવાઝોડાની અસરને કારણે અહીયા દરિયાનાં મોજા પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉછળતા જોવા મળી રહ્યા છે.

બીજી તરફ ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર

નિસર્ગ વાવાઝોડાની અસર તાપી જિલ્લામાં જોવા મળી. તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. જિલ્લાના વાલોડ,વ્યારા સહિતના પંથકમાં છુટોછવાયો વરસાદ થયો.

વલસાડમા ધીમી ધારે વરસાદ

વલસાડમા ધીમી ધારે વરસાદ થયો. લોકો રેનકોટ અને છત્રી સાથે રસ્તા પર જોવા મળ્યા. વરસાદ અને ઠંડા પવનને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ વલસાડના તિથલદરિયામાં મોજા ઉછળ્યા. તો કોસંબા ગામમાં પોલીસ દ્વારા લોકોને બહાર ના નીકળવા સૂચના આપવામાં આવી.

ઘોઘા તાલુકાના કુંડાના દરિયામાં કરંટ

નિસર્ગ વાવાઝોડાની અસર ભાવનગર દરિયામાં દેખાઈ. ઘોઘા તાલુકાના કુંડાના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ભરતી સમયે મોજા ઊછળતા દેખાયા. દરિયા કિનારા પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

દ્વારકામાં વાતાવરણ શાંત

હવે વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં વાતાવરણ શાંત જોવા મળ્યું જયારે દરિયામાં નહિવત કરન્ટ જોવા મળ્યો. ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે પરંતુ દરિયો શાંત જોવા મળ્યો.. વાવઝૉડાની કોઈ અસર દ્વારકા ઓખા બંદરે જોવા મળી નહીં. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ગત રોજ વરસાદ આવ્યો હતો જો કે તે બાદ વાતાવરણ શાંત જોવા મળ્યું. તમામ 1 હજારથી વધુ બોટો દરિયા કિનારે લાંગરી દેવાઈ છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો

ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે પાંચ દિવસમાં ડેમની સપાટી બે મીટર વધી. જેથી હાલ ડેમની સપાટી 123.02 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 12 હજાર  ક્યુસેક પાણીની આવક થઈ છે. અને ડેમમાં 1 હજાર 765 mcm  લાઈવ પાણીનો જથ્થો  છે. અને ગુજરાત માટે મેઈન કેનલમાં 6 હજાર  ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!