GSTV

અરબી સમુદ્રનું વાવાઝોડું દક્ષિણ ઓમાનના સલાલાહ ખાતે ટકરાયું, 40 લાપતા, 10 હજાર લોકોનું સ્થળાંતર

અરબી સમુદ્રમાં ઉદભવેલુ વાવાઝોડું આખરે દક્ષિણ ઓમાનના સલાલાહ ખાતે ટકરાયું છે. આ વાવાઝોડું દક્ષિણ ઓમાનના સલાલાહ બંદર ખાતે ત્રાટક્યું છે. જેના કારણે સલાલાહ અને તેની આસપાસના વિસ્તારમાં 160થી 180 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો.

શક્તિશાળી વાવાઝોડાંના કારણે અનેક પશુ ઉપરાંત 40 જટેલા લોકો લાપતા થયા છે. સલાલાહમાં આવેલો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વાવાઝોડાંના કારણે બંધ કરવામાં આવ્યો છે. અનેક શહેરમાં વીજળી પણ કાપી લેવામાં આવી છે. આ ઉપરાંત સમુદ્રમાં 10 મીટર કરતા ઉંચા મોઝા ઉછળ્યા.

વાવાઝોડાંના કારણે દક્ષિણ ઓમાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જે આગામી 24થી 36 કલાક સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

સલાલાહમાં 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. જ્યારે કે બે લાખની વસ્તી વાવાઝોડાંથી પ્રભાવિત થઇ છે. તો બીજી તરફ ઓમાનને અડીને આવેલા યમનના સોકોત્રા બંદર ખાતે આશરે 40 જેટલા લોકો લાપતા છે. જેમાં યમની, ઇન્ડિયન અને સુદાની નાગરીકો સામેલ છે.

Related posts

VIDEO : ચીનમાં એન્જીનિયરીંગ કમાલ, 85 વર્ષ જૂની 7600 ટન વજનની ઈમારતને તોડ્યા વગર ખસેડી

Mansi Patel

65 વર્ષિય ખ્યાતનામ વકીલ હરીશ સાલ્વે કરવા જઈ રહ્યા છે બીજા લગ્ન, જાણો કોણ બની રહી છે તેમની પત્ની

Pravin Makwana

પાકિસ્તાનમાં માં દુર્ગાની મૂર્તિ સાથે તોડફોડ, નવરાત્રી પર્વે જ કટ્ટરપંથીઓની હરકતથી રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!