GSTV
Gujarat Government Advertisement

મહા વાવાઝોડું : આ તારીખે ગુજરાતને ટકરાશે, 6 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Last Updated on November 23, 2019 by Karan

મહા વાવાઝોડા મામલે હવામાન વિભાગની નવી આગાહી આવી છે. મહા જેમ ગુજરાત તરફ આવશે તેમ વધુ નબળુ પડતું જશે. જે ગુજરાત માટે મોટા રાહતના સમાચાર છે. મહા વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું છે. હાલમાં વાવાઝોડાની તિવ્રતા સામાન્યથી ઓછી છે. ગુજરાતના કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7મી તારીખે સવારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. મહાને પગલે 6 તારીખે ગીર સોમનાથ, આણંદ જૂનાગઢ, દિવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. 7 તારીખે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં ધોધમાર વરસાદ થશે. મહાની પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. 8 તારીખ સુધીમાં વધુ નબળું પડી જશે.

ગુજરાતમાં મહા વાવાઝોડાની મોટી આફત તોળાઈ રહી છે ત્યારે દીવમાં એનડીઆરએફની વધુ 3 ટી બોલાવવામાં આવી છે. દીવમાં હવે 2ની જગ્યાએ એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત કરવામાં આવશે. જેમાં રાજસ્થાનથી બે અને પુનાથી એનડીઆરએફની એક ટીમને દીવ બોલાવાઇ છે. મહત્વનુ છે કે રાજ્યમાં એનડીઆરએફની 15 એનડીઆરએફની ટીમ ઉપરાંત પૂનાથી 5, ભટીંડા અને હરિયાણાથી 6-6 ટીમો બોલાવાઇ છે. આમ દીવ માટે વધુ ત્રણની સાથે  કુલ મળીને રાજયમાં એનડીઆરએફની કુલ ૩પ ટીમો મહા વાવાઝોડાની આફત સમયે કામગીરી માટે સ્ટેન્ડ બાય કરાઇ છે. ભટીંડાથી આવનારી ટીમ અમદાવાદમાં સ્ટેન્ડ બાય રખાઇ છે. તો દિલ્હીથી આવનારી હરિયાણાની ટીમ જામનગરમાં સ્ટેન્ડ બાય રખાઇ છે. આ તમામ ટીમોને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં ટીમ-1 દ્વારકા, બોટાદ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, નવસારી, આણંદ, ખેડા, અમદાવાદમાં તૈનાત કરાઇ છે. જ્યારે ટીમ-2 પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ અને દીવમાં તૈનાત કરાઇ છે. જ્યારે બે ટીમને ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢમાં રિઝર્વ રખાઈ છે. 

ભાવનગરમાં 42 ગામોને સ્ટેન્ડ બાય રખાયા

સંભવિત મહા વાવઝોડાને લઈને ભાવનગર તંત્ર એલર્ટ પર છે ત્યારે એન.ડી.આર. એફની એક ટિમ આવી પહોંચી છે. આ ટીમને ભાવનગર હેડ ક્વાર્ટર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત છે કે મહા વાવઝોડાને લઈને ભાવનાગરમાં 60થી 70 કિમિની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે ત્યારે તંત્ર દ્વારા તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આઠ ટીમો આ 42 ગામો પર સતત સ્ટેન્ડ બાય રહેશે. આઠ ગામ દીઠ એક અધિકારી સતત રિપોર્ટિંગ કરશે. દરિયાકિનારા પર મરીન પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

ગાંધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કરાયો

મહા વાવાઝોડાના કારણે સરકાર પણ એલર્ટ થઈ છે. ત્યારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યુ છે.  મહા વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાથી દૂર છે. સરકાર દ્વારા કંટ્રોલ રૂમ દ્વારા મહા વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. સરકારે એનડીઆરએફની સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ચિફ સેકેટરી મહા વાવાઝોડા પર નજર રાખી રહ્યા છે. મહા વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો રિપોટ કેન્દ્ર સરકારના અધિકારીને સોંપવામાં આવશે.

લાઉડ સ્પીકર દ્વારા લોકોને અપાઈ રહી છે જાણકારી

મહા વાવાઝોડાના કારણે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ થયુ છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. દરિયાઈ પટ્ટી પર રહેતા લોકોને લાઉડ સ્પિકર દ્વારા જાણ કરવામાં આવી રહી છે.  દરિયાઈ પટ્ટીમાં મહા વાવાઝોડાની અસર થઈ શકે છે. જેથી દરિયાઈ પેટ્ટીમાં વસવાટ કરતા લોકોને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.  આ ઉપરાંત વેરાવળ, નવસારી અને દ્વારકા સહિતના વિસ્તારમાં એનડીઆરએફને તૈનાત કરવામાં આવી છે. તો બીજી તરફ ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.  મહા વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાથી દૂર છે. સરકાર દ્વારા કંટ્રોલ રૂમ દ્વારા મહા વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લાના વહીવટી તંત્ર સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!