GSTV
Home » News » ઈસરોનાં ઉપગ્રહોની ચેતવણીએ બચાવ્યા લાખો લોકોના જીવ

ઈસરોનાં ઉપગ્રહોની ચેતવણીએ બચાવ્યા લાખો લોકોના જીવ

isro fani cyclone

ઓડિશામાં આવેલા ફાની તોફાન પર ઈસરોના પાંચ ઉપગ્રહે બાજ નજર રાખી હતી. તોફાન અંગેની તમામ માહિતી ઉપગ્રહ દ્વારા આપવામાં આવતી હતી. ઉપગ્રહની સચોટ જાણકારીને કારણે  ઓડિસામાં 11 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઈસરોના ઉપગ્રહ દર 15 મિનિટે ઈસરોને વાવાઝોડાની માહિતી આપી રહ્યા હતા. ઈસરોની ચેતાવણીના કારણે ઓડિશાના 10,000 ગામ અને 51 શહેરમાં લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી. ઈસરોએ ફાની પર નજર રાખવા ઈનસેટ-થ્રીડી, ઈનસેટ-થ્રીડીઆર, સ્કૈટસેટ-1, ઓસનસેટ-2 અને મેઘા ટ્રોપિક્સને તૈનાત કર્યા હતા. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે,  ફાની તોફાનના કારણે એક હજાર કિલોમીટરના વિસ્તારમાં વાદળ છવાયા હતા. તેમ છતા ફાની પર બાજ નજર રાખવામાં આવી હતી.  ત્યારે ઈસરોની  આ પ્રકારની કામગીરીના કારણે  અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સે ઈસરોના વખાણ કર્યા હતા. મહત્વપૂર્ણ છે કે, ઈસરોની ચેતાવણી બાદ 26 લાખ લોકોને તોફાનના મેસેજ મોકલવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમાં બનશે સાત ફ્લાય ઓવર બ્રિજ, જાણો તમારા વિસ્તારનો નંબર લાગ્યો કે નહી

Nilesh Jethva

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!