GSTV

આંધ્ર પ્રદેશના CM નાયડુએ ચૂંટણીપંચ પાસે 4 જીલ્લામા આચાર સંહિતામા માંગી છૂટ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણીપંચને નિવેદન કર્યુ છેકે, ફાની તોફાનને જોતા રાજ્યનાં ચાર તટ્ટીય જીલ્લાઓમાં આદર્શ આચારસંહિતામાં છૂટ આપવામાં આવે જેથી તોફાનની આશંકાને ધ્યાને લઈને જરૂરી પગલા ભરી શકાય. નાયડુએ આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી પંચના સુનીલ અરોડાને ચિઠ્ઠી લખી છે. તેમણે કહ્યુ છેકે, ચક્રાવાત ફાનીએ આંધ્રપ્રદેશના ઉત્તર તટ્ટીય વિસ્તાર અને ઓડિશાને નિશાન બનાવ્યા છે. આંધ્રપ્રદેશના ચાર તટ્ટીય જીલ્લાં ગોદાવરી, વિશાખાપટ્ટનમ, વિજયનગર અને શ્રીકકુલમ હાઈએલર્ટ પર છે.

મુખ્યમંત્રીએ લખ્યુ છેકે, માહિતીનો મુક્ત પ્રવાહ, માનવ અને અન્ય સંસાધનોને એકત્રિત કરવા અને અન્ય નિવારક પગલાં લેવા માટે રાજ્યમાં લાગૂ થનારા આચારસંહિતામાં છૂટ આપવાની જરૂર છે. જોકે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. માટે અનુરોધ કરુ છુકે, ઉપરના 4 જીલ્લામાં આચારસંહિતામાં છૂટ આપવામાં આવે. જેથી ફાની ચક્રાવાતનો પ્રભાવ ઘટાડવા માટે અધિકારિક મશીનરી અને સંબંધિત મંત્રી કામ કરી શકે. આની પહેલાં ફાનીને ધ્યાનમાં રાખીને ઓડિશામાં બધા જ ડોક્ટર્સની રજા રદ્દ કરવામાં આવી છે. તો સાથે જ ચૂંટણીપંચે પુરી, જગતસિંહપુર, કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, મયુરભંજ, ગજપતિ, ગંજમ, ખોરઢા, કટક અને જજપુરમાં રાહત અને બચાવકાર્યને જોતા આચારસંહિતા હટાવવાનો આદેશ કર્યો છે.

READ ALSO

Related posts

VIDOE: નાળિયેરની અછત સર્જાતાં પ્રધાને નાળિયેર પર ચડીને કરીને પ્રેસ કોન્ફરન્સ, વીડિયો થયો છે વાયરલ

Ankita Trada

શું તમારી પણ ઓછી ઉંચાઈ ઓછી? તો ચિંતા ન કરો, લગ્ન કરવા માટે છો બેસ્ટ

Ankita Trada

કોરોનાકાળમાં આ 4 જગ્યાએ રોકાણ કરશો, તો મળશે 7 ટકા સુધીનું વ્યાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!