GSTV
Gujarat Government Advertisement

વાવાઝોડા પછીની અવદશા / અનેક ગામોમાં નેટવર્ક સદંતર બંધઃ મોબાઈલ ટાવરો ધ્વસ્ત, 9 હજાર કિલોમીટર લાંબી વીજ લાઈનને નુકસાન

Last Updated on May 18, 2021 by Harshad Patel

સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાંથી વાવાઝોડું શાંત પડી ગયું છે. કઠીન રાત પસાર થઈ ચૂકી છે, પરંતુ સ્થિતિ થાળે પડતા હજુ ઘણો સમય લાગશે. વાવાઝોડાની અસરને કારણે વરસાદ અને તોફાની પવન તો હજુ એકાદ દિવસ ચાલુ જ રહેશે. બીજી તરફ જ્યાંથી વાવાઝોડું પસાર થયું એ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વીજળી અને મોબાઈલ નેટવર્કમા ટાવર ધ્વસ્ત થયા છે. પરિણામે અત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. તો વળી આગામી સમયમાં મોબાઈલની બેટરી ખતમ થવાની પણ સમસ્યા સર્જાશે, કેમ કે અમુક ગામોમાં લાઈટ એકથી ચાર દિવસ સુધી આવી શકે એવી શક્યતા નથી.

  • પીજીવીસીએલને 110 કરોડનું નુકસાન, 9 હજાર કિલોમીટર લાંબી વીજ લાઈનને નુકસાન
  • નેટવર્ક મળે તો પણ મોબાઈલની બેટરી ઉતરી જવાની સમસ્યા સર્જાઈ શકે એમ છે
  • 6000 જેટલા ટ્રાન્સફોર્મર પણ કામ કરતા બંધ થયા
  • અમુક ગામોમાં 4 દિવસ સુધી લાઈટ નહીં મળે


સૌરાષ્ટ્રમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીડેટ (પીડીવીસીએલ) હેઠળ વીજળી પુરી પાડવામાં આવે છે. પીજીવીસીએલના જણાવ્યા મુજબ 9 હજાર કિલોમીટર જેટલી વીજ લાઈનને નુકસાન થયું છે, જ્યારે 6000 જેટલા ટ્રાન્સફોર્મર પણ કામ કરતા બંધ થયા છે. આ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવો એ પીજીવીસીએલની પ્રાથમિકતા છે.


પરંતુ વાવાઝોડાને કારણે રસ્તા નુકસાનગ્રસ્ત થયા છે, મોટી સંખ્યામાં થાંભલા પડી ગયા છે, જેને યથાવત કરતાં ચારેક દિવસ લાગી શકે એમ છે. વીજ પોલ, ટ્રાન્સફોર્મર વગેરેને નુકસાનથી પીજીવીસીએલને 110 કરોડનું નુકસાન થયું છે. મોબાઈલ નેટવર્કના ટાવરો અલગ અલગ કંપનીના હોવાથી ક્યારે ફરી કાર્યરત થશે એ અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર થઈ નથી. જોકે ખાનગી નેટવર્ક કંપનીઓએ પોતાની ટીમો કામે લગાડી દીધી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

CBSE/ ધોરણ 10 અને 12ના પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ મહિનામાં લેવાશે પરીક્ષા

Bansari

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah

આનંદો/ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થશે થિયેટર અને મલ્ટીપ્લેક્ષ, 27 તારીખથી ગાઈડલાઈન સાથે શરૂ થશે થિયેટર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!