GSTV

સદીના સૌથી મોટા તોફાન પછી, આ શહેરમાં આકાશનો રંગ ગુલાબી થઈ જવાનું રહસ્ય જાણો

ગુલાબી

ભારતમાં સદીનું સૌથી મોટું વાવાઝોડું અમ્ફાન, સુપર ચક્રવાત બની રહ્યું છે. ભુવનેશ્વરને છોડીને અમ્ફાન ગયું અને લોકોએ જોયું કે આકાશનો રંગ સાવ બદલાય હયો હતો. ભયંકર વિનાશ સર્જા‍યા પછી આવા સુંદર દ્રશ્યો જોવા મળતાં લોકોને થોડી રાહત મળે છે. એવું થયું કે ભુવનેશ્વરના આકાશનો રંગ બદલાઈ ગયો છે. સદીના સૌથી મોટા તોફાન પછી, આ શહેરમાં આકાશનો રંગ ગુલાબી થઈ ગયો છે.

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ચક્રવાત અમ્ફાનમાં લગભગ 75 લોકોનાં મોત નીપજ્યાં છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પરંતુ સારી વાત એ છે કે ઓડિશામાં જાન-માલનું નુકસાન ઓછું થયું છે. એક બાજું લોકો પરેશાન હતા તો બીજા બાજું દીલખુશ કરે એવા દ્રશ્યો કુદરતે સર્જી દીધા હતા.

ચક્રવાત અમ્ફાન ભુવનેશ્વરમાંથી પસાર થયા પછી આકાશ ગુલાબી અને જાંબુડિયા દેખાવા લાગ્યું. લોકોએ પોતાના સ્માર્ટ ફોનમાં તસવિરો લેવાનું શરૂં કરી દીધું અને પછી ધડાધડ સોશિયલ મીડિયા પર ચિત્રો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

આ પ્રકારની કુદરતી પ્રક્રિયાને તોફાન પછી છૂટક રીતે બનતી હોય છે. આમાં આકાશમાં જુદા જુદા રંગ જોવા મળે છે. વાદળી, લીલો, લાલ, નારંગી, ગુલાબી અને જાંબુડિયા ક્યારેક હોય છે.

નાના પાણીના ટીપાં અને કણો વાતાવરણમાં જુદી જુદી દિશામાં પ્રકાશને પ્રતિબિંબિત કરે છે. તેથી આવી સ્થિતિ ઊભી થાય છે અને વિવિધ રંગીન પ્રકાશ જોવા મળે છે.

જોરદાર તોફાનને કારણે વાતાવરણમાંથી મોટા ટીપાં, પરમાણુઓ અને કણો દૂર થાય છે. પરંતુ આ નાના કણો આવી પરિસ્થિતિમાં આશ્ચર્યજનક દૃષ્ટિકોણ દર્શાવે છે.

જોરદાર તોફાનને કારણે વાતાવરણમાંથી મોટા ટીપાં, પરમાણુઓ અને કણો દૂર થાય છે. પરંતુ આ નાના કણો આવી પરિસ્થિતિમાં આશ્ચર્યજનક દૃષ્ટિકોણ દર્શાવે છે.

ઓડિશામાં, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1.2 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. ઓડિશાના બાલાસોર, ભદ્રક સહિતના કેટલાક કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ, પવન અને પવન સાથે વરસાદ પડ્યો હતો.

Read Also

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!