ગુજરાતમાં પરપ્રાંતિયોમાં દહેશત ફેલાવવાના અલ્પેશ ઠાકોર પર લાગેલા આરોપોમાંથી આસાનીથી છટકી શકે એમ લાગતું નથી. કારણકે ઠાકોર સેનાના મિડિયા કન્વીનર રાહુલ ઠાકોરને સાઇબર ક્રાઇમે પકડતા મામલો હજુ પણ વધુ ગરમાય તેવી શક્યતા છે. ગુજરાતમાં સોશિયલ મીડિયાથી બિન ગુજરાતી લોકોને ટાર્ગેટ કરતા વધુ 10 લોકોની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાનો મીડિયા સેલનો પ્રમુખ રાહુલ ઠાકોરનો પણ સમાવેશ થાય છે. રાહુલ પોતે મોબાઇલની દુકાન ધરાવે છે. અને સોસીયલ મીડિયા પર વધુ સક્રિય હોવાનું ખુલ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમે અમદાવાદથી 3 આરોપી, અમદાવાદ ગ્રામ્યમાં એક, પાટણમાં 2, બનાસકાંઠામાં 3 અને કચ્છથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્ટરગ્રામ, અને ટ્વીટરમાં ઉશ્કેરીજનક પોસ્ટ શેર કરીને અફવા ફેલાવતા હતા.
આ ઉપરાંત 10 થી વધુ વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સમગ્ર ગુજરાતમાંથી 533 લોકોની ધરપકડ કરાઈ છે. કોંગ્રેસના 20 આગેવાનો અને કેટલાક સંગઠનો સાથે જોડાયેલા લોકો સામે આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.