GSTV

“અફાક બાવા ઉર્ફે આફત બાબા”ની ધરપકડ થતા એમડી ડ્રગ્સ સિન્ડીકેટની કમર તૂટી, ડ્રગ્ઝ માફિયા ઈન્ડ્સ્ટ્રીમાં શોકનો માહોલ

અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક માત્ર ઇન્જેક્શનના નિશાન પરથી દાઉદને પણ હંફાવનાર અફાક એટલે કે આફત બાવાને ઝડપીને પકડી મહારાષ્ટ્ર પોલિસને પણ ધૂળ ચાટતી કરી દીધી છે, ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર પોલિસને ચકમો આપી દેશભરમાં સિન્થેટિક ડ્રગ્સ વેચનાર અફાક બાબા પર જીએસટીવીનો વિશેષ અહેવાલ.

એમડી ડ્રગ્સ સિન્ડીકેટની કમર તૂટી

આરોપીની એમ.ડી ડ્રગ્ઝના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી

અફાક બાબાનું નામ અંધારી આલમમાં બહુ ગાજતું નામ છે. મુંબઇના ડોંગરી વિસ્તારમાં ઉછરેલા અફાક બી.કોમ થયો હતો, ઉલ્લેખનીય છે કે તે કોલેજમાં એ સારો બોક્સર હતો એટલે એને લોકો આફતબાબાના હુલામણા નામથી ઓળખતા હતાં. મુંબઇનો ડોંગરી વિસ્તાર એટલે આમ તો અંધારી આલમ માટે સ્વર્ગ ગણાતો વિસ્તાર કહેવાય. અહીંથી સંખ્યાબંધ અંડરવર્લ્ડના લોકો બહાર નિકળ્યા છે. અફાક ભણીને બહાર આવ્યો ત્યારે જ એણે સારી નોકરી શોધવાના બદલે ડ્રગ પેડલર સાથે સંપર્કમાં આવ્યો. અને અફાકબાવા ધીમે ધીમે ડ્ર્ગની દુનિયામાં નામં કરવા માંડ્યો. 2009માં 11 વર્ષ પહેલા જેલમાં એની ઓળખાણ ડ્ર્ગ્સની હેરાફેરી કરનારા અને સિન્થેટિક ડ્ર્ગ્સ બનાવતા કેમિકલ માફિયાઓ સાથે થઇ. આ કેમિકલ માફિયાનો કિન પિંગ હતો કૈલાસ રાજપુત. કૈલાસના આશીર્વાદ મળતા અફાક ડ્રગ માફિયા બની ગયો અને સાચા અર્થમાં આફતબાબા બન્યો. જેના કારણે દાઉદના ગેંગના લોકો પણ એનાથી દૂર રહેવા માંડ્યા.

દેશભરમાં આ આફતબાબા ઉર્ફે અફાકની ધરપકડ આમ તો સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની ચબરાક નજરના કારણે સામે આવી. થોડા સમય પહેલા સાઇબર ક્રાઇમે બ્લેક મેઇલિંગના કેસમાં એક આરોપીની ધરપકડ કરી. ઇન્ટરનેટ પર લોકોને બ્લેકમેઇલ કરનાર આ આરોપીના બંને હાથ પર વારંવાર ઇન્જેક્શન લીધેલાના નિશાન હતાં. આ નિશાનો જોઇ સાઇબર ક્રાઇમના એસ.પી જીતેન્દ્ર યાદવે એમના ઉપરી અધિકારી રાજદીપસિંહ ઝાલાને કહ્યું અને ક્રાઇમ બ્રાન્ચની મદદથી એક નવું ઓપરેશન શરૂ થયું. આ બ્લેક મેલરની ઉલટ તપાસ શરૂ થઇ તો ખબર પડી કે, શાહપુરનો ડ્રગ પેડલર શાનુ આ લોકોને ડ્રગ સપ્લાય કરતો હતો. શાનુની ધરપકડે અફાક એટલે કે આફતબાબા સુધી પહોંચવાનો રસ્તો સહેલો કરી આપ્યો હતો.

અફાકે મુંબઈના નાના-મોટા તમામ ડ્રગ્ઝ પેડલરોની સાથે ડ્રગ્ઝની હેરાફેરી શરુ કરી દીધી હતી

ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચ શાનુની ઉલટ તપાસ કરતાં મળેલા છેડાથી ખુદ ચોંકી ઉઠી, કારણ કે રાજકારણીમાંથી ડ્રગ માફિયા બનેલા શહેજાદ અને અમદાવાદ શહેરનો એક ખાખી વર્દી વાળો પણ રાજ્યમાં અફાક પાસેથી માલ લાવીને ઠાલવતા હતાં. નોંધપાત્ર છે કે અફાક પર હાથ નાંખવો એ અત્યંત જોખમથી ભરેલું હતું. ત્યારે અફાક સુધી પહોંચવા માટે નિષ્ફળ રાજકારણીમાંથી ડ્રગ્સ માફિયા બનેલા શહેજાદ અને પોલિસ અધિકારી ઇમરાનને પકડવો જરૂરી હતો. ત્યારે બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે કરોડોનું ડ્રગ્સ લઇને આવતા શહેજાદ અને પોલિસકર્મી ઇમરાનની ધરપકડ કરી હતી. ત્યારે ખબર પડી કે ગોવા પાસેના જંગલોમાં અફાક નામની આફત છુપાયેલી છે.

દાઉદ ગેંગ જેનાથી ડરતી હતી એવા એક જમાના કાતિલ બોક્સર અફાકબાવાને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ગોવા પાસેના જંગલોમાં સતત વોચ રાખીને અફાકને ટ્રેપ કર્યો હતો. અને પૈસાદાર નબીરાઓને ક્લબમાં સિન્થેટિક ડ્રગ પૂરૂ પાડનાર અફાક ઉર્ફે આફતબાબાને મહારાષ્ટ્ર પોલિસની નાક નીચેથી પકડીને ગુજરાત લઈ આવ્યા હતા. નોંધપાત્ર છે કે દેશભરના યુવાનોમાં સિન્થેટિક ડ્રગ્સની લત લગાડનાર અફાક બાવા માત્ર બોક્સર હતો એટલે દાઉદ ગેંગ એનાથી ડરતી ન હતી પણ એણે ગોઠવેલું નેટવર્ક દાઉદને ધ્રુજાવતું હતું. અફાક ઉર્ફે આફતબાબાની કાળી કુંડળી ઉપરનો જીએસટીવીનો વિશેષ અહેવાલ.

ક્રાઈમ બ્રાન્ચે અને સાયબર ક્રાઈમ બ્રાંચની કુશળતા યુક્ત સંકલ

મુંબઇના ડોંગરીમાં જન્મેલો અફાક બીકોમ પાસ થયો છે. પરંતુ અંડરવર્લ્ડના સ્વર્ગ એવા ડોંગરીમાં ઉછરેલો અફાક સારો બોક્સર હતો. ડોંગરીમાં રહેતા માફિયાઓ પણ બોક્સર અફાકથી ડરતા અને આફતબાબા તરીકે ઓળખતા. બીકોમ થયા પછી કામ ન મળતા એ ડ્રગ પેડલર બન્યો હતો, અને 11 વર્ષ પહેલા મુંબઇ પોલિસના હાથે ઝડપાયો. આ એની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ હતો. જેલમાં આરોપીની ઓળખાણ બીજા ડ્ર્ગ માફિયાઓ જોડે થઇ હતી. તે ભણેલો હતો એટલે એણે ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ ઓર્ગેનાઇઝ વે માં કરવાનું નક્કી કર્યું હતું. અફાક ડ્રગનો ડીલર બની નાના મોટા ડ્રગ પેડલરોને પોતાના ડિસ્ટ્રીબ્યુટર બનાવવાનું કામ શરૂ કર્યું. અને ડ્રગ સપ્લાયની આખી ચેઇન ઊભી કરી. આ અરસામાં એની ઓળખાણ એ જમાનાના ડ્રગ્સ સપ્લાયરના કિંગ કૈલાસ રાજપુત સાથે થઇ. અફાકના પ્લાનથી ઇમ્પ્રેસ થયેલા કૈલાસે એને આશીર્વાદ આપ્યા.

ડ્રગ્ઝ માફિયા ઈન્ડ્સ્ટ્રીમાં શોકનો માહોલ

ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત આરોપીએ મોટા પાયે ડ્ર્ગ્સનો કારોબાર શરૂ કરી દીધો. કૈલાશ રાજપુતના આશીર્વાદ પછી એના સીધા સંપર્ક ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાની સિન્ડિકેટ સાથે થવા માડ્યા. બહુ જ ટૂંકા ગાળામાં અફાક ટોચ પર પહોંચી ગયો. ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓના સંબંધોના કારણે દાઉદ ગેંગ પણ એના પર હાથ નાંખતા ગભરાતી હતી. એટલે જ એણે ગોવા પાસેના જંગલોમાં પોતાનો અડીંગો જમાવી પોતાનો ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો. એવું કહેવાય છે કે, અફાક એટલે આફતબાબાના ગોવાના ગઢમાં આવેલો માણસ કાયમ મહેફુઝ રહે. એટલે જ મહારાષ્ટ્ર પોલિસ પણ એનો કોલર પકડતા અચકાતી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન બાજ બનાવી તેની સમગ્ર સર્કિટ પર બાજ નજર રાખી હતી. નોંધપાત્ર છે કે બાજ જેમ પોતાના શિકારને દબોચે એમ આફત બાબાને દબોચી ગુજરાત લઇ આવીને ડ્રગ્સ મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!