GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

તમારી મહેનતની કમાણી પર તરાપ મારવા તૈયાર હોય છે હેકર્સ, બેન્ક ફ્રોડથી બચવા રાખો આટલું ધ્યાન

એટીએમ હોય કે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન, આજકાલ બેન્ક ફ્રોડ સતત વધી રહ્યાં છે. તમે આરામ કરી રહ્યા હોય અને અચાનક મેસેજ આવે કે તમારા ખાતામાંથી 25 હજાર કપાઇ ગયા તો શું કરવું? સૌથી પહેલાં તો તાત્કાલિક ખાતું બ્લૉક કરાવવું અને પછી સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી પડી છે. જોકે આ બધાથી ગયેલા પૈસા પાછા આવશે તેની કોઇ ગેરંટી નહીં.

આજકાલ લોકો કેશલેશ ટ્રાન્ઝેક્શન બહુ કરે છે. આ માટે પ્લાસ્ટિક કાર્ડની સાથે-સાથે મોબાઇલ બેકિંગ અને ઓનલાઇન બેકિંગ બહુ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન સાઇબર ક્રાઇમનો ખતરો પણ વધ્યો છે. કોઇની મહેનતની કમાણી આમ જતી રહે તો શું વીતે એ તો એ વ્યક્તિ જ જાણે. પરંતુ તેનાથી બચવા શું કરવું એ જણાવી રહ્યા છીએ અમે અહીં..

એટીએમથી કેવી રીતે થાય છે ફ્રોડ
સૌથી વધુ ફ્રોડ એટીએમથી થાય છે. લોકો દૂરથી જ એટીએમથી તમારા પૈસા કાઢી લે અને તમને પૈસા કપાયાનો બેંકનો મેસેજ આવે ત્યારે ખબર પડે. તમે કઈં વિચારો એ પહેલાં તો ખાતુ ખાલી થઈ ચૂક્યું હોય છે. એટીએમ ફ્રોડ કાર્ડ ક્લોનિંગની મદદ થાય છે. કાર્ડ ક્લોન કરવા માટે લોકો એટીએમ મશીનમાં જઈને સ્કિમર ડિવાઇસ લગાવી દે છે. જે કાર્ડ સ્વેપ પરવાની જગ્યાની ઉપર લાગે છે. જે એટીએમ મશીનના ભાગ જેવું જ લાગે છે. સાથે જ બોર્ડની ઉપર નાનકડો કેમેરા લગાવી દે છે. જ્યારે એટીએમ મશીનમાં નાખવામાં આવે ત્યારે તે તેને ક્લોન કરી લે છે. ગ્રાહક તેનો પીન નાખે તે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. ત્યારબાદ પછી કાર્ડને ક્લોન કરી ગમેત્યાંથી એટીએમ દ્વારા પૈસા કાઢી લે છે. ગ્રાહકને ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવે ત્યારે જ તેની ખબર પડે છે.

શું સાવધાની રાખવી
આવા ફોડથી બચવા પહેલાં એટીએમમાં જઓઅ ત્યારે કાર્ડ સ્વેપ કરવાના મશીનને હલાવી જુઓ. જો તે હવે તો તેમાં ગડબડની શક્યતા છે. બોર્ડની ઉપર બરાબર ચેક કરો, કોઇ કેમેરા તો નથી ને, જો કઈં પણા ગડબડ લાગે તો તરત જ બેંકના સ્ટાફને જાણ કરો.

એટીએમમાંથી ખોટી રીતે પૈસા કાઢી લેવામાં આવે તો શું કરવું?
આરબીઆઈના નવા નિયમો અંતર્ગત અનાધિકૃત લેણદેણમાં બેંકો અને ગ્રાહકોની જવાબદારી છે, ડિજિટલ માધ્યમથી લેણદેણનાં બધાંજ માધ્યમોમાં ગ્રાહકની જવાબદારી નથી, જો આવું બેન્કની ભૂલના કારણે થાય છે. જેમાં સંમલિત ફ્રૉડ, બેદરકારી, અવીકૃતિ જેવીઓ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ માટે બેંકમાં ફરિયાદ કરવાની રહે છેચ,

જો થર્ડ પાર્ટી લેણદેણ દરમિયાન બેંક કે ગ્રાહક કોઇની પણ ભૂલ ન હોય અને સિસ્ટમની ભૂલ હોય તો, બેંક ત્રણ વર્કિંગ દિવસો દરમિયાન ગ્રાહકને પૂરા પૈસા પાછા આપી દે છે.

જો ગ્રાહકની બેદરકારી હોય અને તેણે તેના પેમેન્ટની જાણકારી બીજા કોઇને જણાવી હોય અને બેન્કને આ અંગે જણાવ્યું ન હોય તો, એ નુકસાન ગ્રાહકને જ ભોગવવું પડે છે. ગ્રાહકની ભૂલ ન હોય અને નિયત સમય મર્યાદામાં ફરિયાદ નોંધાવી ન હોય તો પણ એ નુકસાન ગ્રાહકને જ ભોગવવું પડે છે.

જો ગ્રાહક નિયત સાત દિવસોની અંદર ફરિયાદ ન નોંધાવે તો, પછીનાં પગલાં બેંકની પોલિસી અનુસાર લેવાય છે. જે બેંક ખાતુ ખોલવતી વખતે ગ્રાહકને જણાવી દે છે. આ અંગે વધુ જાણવા માટે આરબીઆઈની વેબસાઇટ પર પણ જઈ શકાય છે,

મોબાઇલ વૉલેટના ઉપયોગમાં રાખો આટલી સાવધાની
પેટીએમ વૉલેટ એવો દાવો કરે છે કે, તેમના બધા જ યૂઝર્સના વૉલેટનો ઈંશ્યોરન્સ કરવામાં આવશે. જેથી એપમાં પૈસા સિક્યોર રહેશે અને નુકસાન થશે તો તેની ભરપાઇ કંપની કરશે. કંપનીએ યૂઝર્સને વિશ્વાસ અપાવ્યો છે કે, જો તેમનું વૉલેટ હેક થાય, ફોન ચોરી થાય કે બીજા ફ્રોડથી પેટીએમ દ્વારા પૈસા ચોરાશે તો, કંપની પૈસા પાછા આપશે.

આ માટે તમારે સૌથી પહેલાં પેટીએમને માહિતી આપવાની રહેશે. કંપની પોતાની રીતે તપાસ કરશે અને તમારો દાવો સત્ય જણાતાં કંપની પૈસા પાછા આપશે. જો આ અંગે તમારે 12 કલાકમાં પેટીએમને જાણકારી આપવાની રહેશે. આ માટે કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરીને માહિતી આપી શકાય છે.

જો તમારો ફોન કે ટેબ્લેટ ચોરી થાય અને તેમાં પેટીએમ અકાઉન્ટ હોય તો, તમારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવાની રહેશે. ત્યારબાદ એફઆઈઆરની કૉપી પેટીએમને પ્રૂફ તરીકે આપવાની રહેશે. ફરિયાદ મળ્યાના 24 કલાકમાં વૉલેટને બ્લોક કરી દેવામાં આવશે. અને દાવો સાચો હશે તો, 5 દિવસમાં ઈંશ્યોરન્સ સેટલમેન્ટ થશે.

ફ્રોડથી બચવાની જરૂરી ટિપ્સ

ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ માટે ટિપ્સ

-કાર્ડ કોઇ સાથે શેર કરવું અને આપવું નહીં
-ખરીદી સામે પોતાની સામે જ સ્વાઇપ કરવું.
-પિન જાતે જ નાખવો
-લિમિટ્સ ઓછી રાખવી
-એસએમએસ એલર્ટ ચાલું રાખવું.
-ટ્રાન્જેક્શનમાં ગડબડ જણાય એટલે બેંકમાં લેખિત ફરિયાદ આપો
-દર ત્રણ દિવસે સ્ટેટામેન્ટ ચેક કરો
-નેટ પર કાર્ડ મારફતે પેમેન્ટ માત્ર https વેબસાઇટ પર કરવું
-સાઇબર કાફેમાં કાર્ડનો ઉપયોગ ન કરવો.
સાઇબર સિક્યોરિટીનું ધ્યાન રાખવું

મોબાઇલ વૉલેટ ટિપ્સ

-પોતાના મોબાઇલ વૉલેટનો ઉપયોગ સાવધાનીથી કરવો.
-નિયમો અને શરતો વાંચવી
-ઈન્ટરનેટ પર વૉલેટના કસ્ટમર રિવ્યૂ વાંચવા
-મોબાઇલ એપને પ્લેસ્ટોર જેવી સુરક્ષિત જગ્યાએથી ડાઉનલોડ કરવી
-પોતાની જાણકારી કોઇ સાથે શેર ન કરવી
દર ત્રણ દિવસે ટ્રાન્ઝેક્શન ચેક કરવાં
મોબાઇલ વૉલેટની કંપનીને લેખિતમાં ફરિયાદ કરવી.

નેટ બેંકિંગ માટે ટિપ્સ

-યૂઝરનેમ અને પાસવર્ડ યાદ રાખવા
-https સાઇટ્સનો જ ઉપયોગ કરવો
-સાઇબર કાફેમાં નેટ બેંકિંગ ન કરવું
-ટ્રાન્ઝેક્શન લિમિટ ઓછી રાખવી
-એસએમએસ એલર્ટ ઓન રાખવું
-ગડબડ સમયે બેંકમાં લેખિતમાં ફરિયાદ નોંધાવવી.
-નજીકના પોલિસ સ્ટેશનમાં અને પછી સ્ટેટ પોલીસની વેબસાઇટ પર પણ ફરિયાદ નોંધાવવી.

Related posts

શહેરનાં પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સીટી વિસ્તારમાં ખાડા રાજ, સ્થાનિકોમાં ભારે રોષ

pratik shah

ગેંગસ્ટર વિકાસ દુબે: કાનપુર હત્યાકાંડથી સરેન્ડર-ધરપકડ અને એન્કાઉન્ટર સુધીનો જાણો ઘટનાક્રમ

pratik shah

સુરતમાં કોરોના બેફામ: અત્યાર સુધીના સૌથી વધુ 308 કેસ, આ વિસ્તારોમાં જવાનું ટાળજો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!