GSTV
Home » News » ચેતજો! ટ્રૂ કોલરની મદદથી ઠગો આવી રીતે કરી રહ્યા છે બેન્ક એકાઉન્ટ ખાલી

ચેતજો! ટ્રૂ કોલરની મદદથી ઠગો આવી રીતે કરી રહ્યા છે બેન્ક એકાઉન્ટ ખાલી

લોકોને ચુનો લગાવવા માટે સાઈબર ઠગોએ હવે નવી રીત અપનાવી લીધી છે. ટ્રૂ કોલરની મદદથી સાઈબર ઠગ બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કાઠી રહ્યા છે. એવો જ એક મામલો નોઈડામાં સામે આવ્યો છે. પીડિતને ઠગાઈની જાણકારી એક દિવસ બાદ મળી. ઠગે તે વ્યક્તિના ખાતામાંથી હજારો રૂપિયા ઉડાવી લીધા.

ટ્રૂ કોલર દ્વારા આ રીતે કરી ઠગાઈ

પીડિત યુવક પ્રકાશ નારાયણે કોતવાલી સેક્ટર-24માં ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે એક દિવસ તેના મોબાઈલ પર એક કોલ આવ્યો. ટ્રૂ કોલર પર નમ્બરની સાથે એસબીઆઈ બેન્ક મેનેજર લખેલું આવી રહ્યું હતું. જ્યારે તે નમ્બર પર વાત કરી તો કોલ કરનારે તેનું નામ રોહિત ભારદ્વાજ જણાવ્યું. સાથે જ કહ્યું કે તે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં બેન્ક મેનેજર છે.

તેણે જણાવ્યું કે તમારૂ એટીએમ કાર્ડ બંધ છે. તેને ચાલુ કરાવી લો. કાર્ડ ચાલુ કરવા માટે કથિત મેનેજરે પીડિત સાથે કોઈ બીજા બેન્ક ખાતાનો નંબર, એટીએમ કાર્ડ નંબર, પિન અને સીવી નમ્બર માંગ્યો. જે પીડિતે એક એક કરીને આપ્યો. થોડા સમય બાદ પીડિતે તે નંબર પર કોલ કરીને પુછ્યું તો જણાવવામાં આવ્યું કે તમારું એસબીઆઈનું એટીએમ કાર્ડ હવે એક્ટિવેટ થઈ ગયું છે. તેને થોડા સમય બાદ પ્રકાશ નારાયણના ખાતામાંથી ત્રણ વખત 10-10 હજાર કરીને 30 હજાર રૂપિયા કાઢી લેવામાં આવ્યા.  

પ્રકાશે ફરી ફોન કર્યો તો જણાવવામાં આવ્યું કે આ ગેરંટી મની છે અને આવતા 12થી 14 કલાકમાં પાછા આવી જશે. પરંતુ જ્યારે બે દિવસ બાદ પણ પૈસા પાછા ન આવ્યા તો પ્રકાશને જાણ થઈ કે તેની સાથે ઠગ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!