GSTV
Gujarat Government Advertisement

ચેતવણી/ ફ્રી નેટફ્લિકસની ઓફર કરતી ફેક એપથી રહો સાવધાન, વોર્મેબલ નામનો વાયરસ મોબાઈલમાં ઘૂસશે

નેટફ્લિકસ

Last Updated on May 8, 2021 by Damini Patel

સાઈબર સિક્યુરિટી એજન્સી ચેક પોઈન્ટ રીસર્ચના નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે ફ્રી નેટફ્લિકસની ઓફર કરતી ફેક એપ ફ્લિક્સ-ઓનલાઈનના માધ્યમથી હેકર્સ યુઝર્સનો સંવેદનશીલ ડેટા તફડાવી લે છે. ચેક પોઈન્ટ રીસર્ચની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ ફ્લિક્સ-ઓનલાઈન નામની ફેક એપ યુઝર્સનો સંવેદનશીલ ડેટા તફડાવે છે.

સ્માર્ટફોનમાં નેટફ્લિક્સ ફ્રીમાં બતાવવાના નામે આ એપ વોટ્સએપનું મોનિટરિંગ કરે છે અને રોબોટિક્સથી ઓટો મેસેજ પણ કરે છે. આ પદ્ધતિથી હેકર્સ માલવેરનો ફેલાવો કરે છે અને બીજાના મોબાઈલમાંથી પણ ડેટા તફડાવે છે. આ ડેટાની મદદથી ભવિષ્યમાં મોબાઈલ હેક થવાનો ખતરો વધી જાય છે.

આ રીતે કરે છે અટેક

ડોમિનોઝ

વોટ્સએપ એકાઉન્ટનો એક્સેસ મેળવીને ગંભીર અને સંવેદનશીલ માહિતી હેકર્સ મેળવી લેતા હોવાનો ધડાકો પણ આ અહેવાલમાં થયો હતો. વોર્મેબલ નામનો એન્ડ્રોઈડ વાયરસ ખૂબ જ ખતરનાક છે. આ વાયરસ ફેક એપની મદદથી મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી દેવામાં આવે છે. હેકર્સ વોટ્સએપ સિવાયની મેસેજિંગ એપમાંથી પણ માહિતી તફડાવી શકે છે.

એપ ઇન્સ્ટોલ કરી હોઈ તો હટાવી દેવો

Cyber Attack Crime

આ અહેવાલમાં નિષ્ણાતોએ સલાહ આપી હતી કે જેમણે આ પ્રકારની ફેક એપ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી હોય તેમણે એ હટાવી દેવી જોઈએ. ફ્રી નેટફ્લિક્સ મેળવવાની લાલચે જેમણે આ એપ ડાઉનલોડ કરી છે, તેમને કલ્પના પણ નથી કે તેમને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના ગંભીર પરિણામો ભવિષ્યમાં પણ સામે આવી શકે છે. નિષ્ણાતોએ સલાહ આપી હતી કે એ એપ સુધી રીમૂવ કરવાને બદલે એકાઉન્ટ ક્લોઝ કરીને એપ ડિલિટ કરવી જોઈએ. નહીંતર એ મોબાઈલનો એક્સેસ હેકર્સને આપી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!