GSTV
Gujarat Government Advertisement

કોરોના સામે લડી રહેલ અમેરિકાની 250 હોસ્પિટલો પર સાયબર હુમલો, કાગળ અને પેનનો કરવો પડ્યો ઉપયોગ

અમેરિકામાં આજે એક પ્રમુખ હોસ્પિટલ ચેઇનના તમામ હોસ્પિટલોની કોમ્પ્યુટર સિસ્ટમ Cyber Attackને કારણે ઠપ થઇ ગઇ હતી. કંપનીએ આ સમસ્યાને ટેકનોલોજીની સાથે જોડાયેલી સુરક્ષા સમસ્યા ગણાવી હતી. આ દરમિયાન તમામ ડોક્ટરો અને નર્સોને ઓનલાઇનને બદલે દરેક જગ્યાએ કાગળ અને પેનનો ઉપયોગ કરવો પડયો હતો.

Gujarat Government Advertisement

હોસ્પિટલ ચેઇન દ્વારા વેબસાઈટ પર અપાઈ માહિતી

યુનિવર્સલ હેલ્થ સર્વિસિસના અમેરિકામાં 250થી વધુ હોસ્પિટલો અને ક્લિનિકલ સેવાઓ છે. તેણે પોતાની વેબસાઇટ પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં તેનું નેટવર્ક ઓફલાઇન હોવાથી ડોક્ટર અને નર્સ કાગળ અને પેનનો ઉપયોગ કરી દર્દીઓને રેકોર્ડ રાખી રહ્યાં છે. ફોર્ચ્યુન 500 કંપનીઓમાં સામેલ અને 90,000 કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોઇ પણ દર્દીની માહિતીની કોપી કે દુરુપયોગ કરવામાં આવ્યો નથી.

Cyber Attack

Cyber Attackને રેનસમવેયર હુમલો ગણાવ્યો

આ દરમિયાન અમેરિકન હોસ્પિટલ એસોસિએશનના વરિષ્ઠ સાયબર સુરક્ષા સલાહકાર જોન રિગ્ગીએ આ Cyber Attackને શંકાસ્પદ રેનસમવેયર હુમલો ગણાવ્યોહતો. તેમણે જણાવ્યું હતું કે કોરોના સમયમાં સાયબર અપરાધીઓ સ્વાસ્થ્ય સંસ્થાઓના નેટવર્કને ઝડપથી નિશાન બનાવી રહ્યાં છે.

શું છે રેનસમવેયર Cyber Attack?

રેનસમવેયર એક પ્રકારનું સોફ્ટવેર છે જેના દ્વારા હેકર ડેટાની ચોરી કરે છે અને પરત આપવા માટે નાણાંની માગ કરે છે. એક સાયબર સુરક્ષા કંપનીના અંદાજ મુજબ  ગયા વર્ષે અમેરિકામાં 764 સ્વાસ્થ્ય સેવા પ્રદાતા રેનસમવેયરનો શિકાર બન્યા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!