GSTV

ભારત સહિત 6 દેશો પર આજે થઈ શકે છે મોટો સાઈબર હુમલો, નિષ્ણાંતોનું એલર્ટ

ભારત

Last Updated on June 21, 2020 by Arohi

છેલ્લા કેટલાક સમયથી સતત સાઇબર હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. કોરોના વાઇરસ મહામારી બાદ સાઇબર હુમલામાં વધારો પણ થયો છે. હવે એક નવા રિપોર્ટ અનુસાર ભારત એ છ દેશોમાં સામેલ છે કે જ્યાં ૨૧મી જૂને એટલે કે રવિવારે એક મોટો સાઇબર હુમલો થઇ શકે છે. ઉત્તર કોરિયાના હેકર્સ કોવિડ-૧૯ થીમને હથિયાર બનાવીને ફિશિંગ અને સ્કેમ કેમ્પેઇન કરી શકે છે. ઝેડડીનેટની શુક્રવારે પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર લઝારુસ ગુ્રપ દ્વારા એક મોટો સાઇબર એટેક કરવામાં આવી શકે છે. આ એટેકમાં ૫૦ લાખથી વધુ લોકો અને કંપનીઓ નિશાના પર છે. જેમાં નાના અને મોટા વ્યાપારીઓ પણ સામેલ છે. ભારત ઉપરાંત સિંગાપુર, સાઉથ કોરિયા, જાપાન, અમેરિકા અને બ્રિટનમાં આ મોટો સાઇબર હુમલો થવાની ભીતિ છે.

ઉત્તર કોરિયાનું હેકર ગ્રુપ હુમલો કરવાની તૈયારીમાં

સિંગાપુરમાં હેડક્વાર્ટર ધરાવતી સાઇબર સિક્યોરિટી કંપની સીવાયફર્માના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાનું હેકર ગુ્રપ આ હુમલો કરવાની તૈયારીમાં છે. આ હુમલો મોટા પ્રમાણમાં પૈસા પડાવવા માટે કરવામાં આવી શકે છે. લઝારુસ હેકર્સનો દાવો છે કે તેની પાસે જાપાનમાં ૧૧ લાખ યુઝર્સ, ભારતમાં ૨૦ લાખ અને બ્રિટનમાં ૧,૮૦,૦૦૦ કંપનીઓની ઇમેલ ડિટેલ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એટેકમાં સિંગાપુરના આઠ હજાર સંસ્થાઓ અને કંપનીઓ નિશાના પર છે.

ભારત

સરકારોને પણ જાણકારી આપવામાં આવી

જે દેશોના લોકો સૌથી વધુ નિશાના પર છે તેની સરકારોને પણ આ રિપોર્ટની જાણકારી આપવામાં આવી હતી. આ મામલે એજન્સીઓએ પણ એલર્ટ જારી કરી દીધુ છે અને મામલાની તપાસ ચાલી રહી છે. લઝારુસ ગુ્રપને ઉત્તર કોરિયાના ઇન્ટેલિજંસ બ્યૂરો દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. ૨૦૧૪માં થયેલા રેન્સમવેર હુમલા માટે પણ આ ગુ્રપને જ જવાબદાર માનવામા આવે છે અને ફરી એવા જ પ્રકારના હુમલા કરવાની તૈયારી આ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.

Read Also

Related posts

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Pritesh Mehta

Akshat Remedies : પીળા ચોખાના આ સરળ ઉપાયો દૂર કરશે પૈસાને લગતી તમામ સમસ્યાઓ, જાણશો તો જરુર કરશો

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / ડેન્ગ્યુના તાવથી ના થાવ ભયભીત, તજજ્ઞો પાસેથી જાણો રિકવર થવાના સરળ ઉપાય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!