ભારતીય કુસ્તીબાજ મોહિત ગ્રેવાલે શુક્રવારે કુસ્તી ઈવેન્ટ્સના પહેલા દિવસે પુરુષોની 125 કિગ્રા ફ્રી-સ્ટાઈલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં જમૈકાના કુસ્તીબાજ એરોન જોન્સનને હરાવીને બ્રોન્ઝ કબજે કર્યો હતો.
પિન ડ્રોપ દ્વારા જીત મેળવી

મોહિતે જોન્સન સામે પહેલો પોઈન્ટ મેળવ્યો અને 1-0ની લીડ મેળવી લીધી. પ્રથમ રાઉન્ડના અંત સુધીમાં ભારતીય કુસ્તીબાજ 4-0થી આગળ થઈ ગયો હતો. આ પછી, પિન ડ્રોપ દ્વારા તેણે સમય પહેલા મેચ જીતી લીધી. જમૈકાનો કુસ્તીબાજ ભારતીય કુસ્તીબાજને પડકારવામાં નિષ્ફળ રહ્યો.
પ્રથમ દિવસે કુસ્તીમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું

બર્મિંગહામમાં કુશ્તી સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતે સાત મેડલ જીત્યા હતા. જેમાં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા. રેસલિંગ ઈવેન્ટ્સમાં ભારત આ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાને છે. નાઈજીરિયા ભારત પછી બીજા સ્થાને છે, જેણે શરૂઆતના દિવસે 2 ગોલ્ડ અને એક બ્રોન્ઝ સહિત કુલ 3 મેડલ જીત્યા હતા.
પ્રથમ દિવસે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને દીપક પુનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા. જ્યારે અંશુ મલિકે સિલ્વર અને દિવ્યા કાકરાન અને મોહિતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
- Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી
- Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા
- વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી
- ‘બસ 2 સેકન્ડની ભૂલથી નિષ્ફળ રહ્યુ SSLV રોકેટ’, જાણો ISRO ચીફે શું કહ્યુ?
- ખેડૂતો પર વરસી કોંગ્રેસ / સરકાર રચાશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરાશે, વીજ મીટર થશે નાબૂદ