GSTV
Others Photos Sports Trending

WG 2022/ 92 વર્ષ બાદ પહેલીવાર ભારતે Lawn Ballsમાં જીત્યો મેડલ, જાણો કોણ દેશનું ગૌરવ વધારનાર ચંદન સિંહ

92 વર્ષ બાદ ભારતે પ્રથમ વખત લોન બોલની સ્પર્ધામાં મેડલ જીત્યો છે. આખો દેશ આનંદથી ઉછળી પડ્યો પરંતુ ખેલાડીના પિતા જરાય ખુશ ન હતા. હવે આવી સ્થિતિમાં એ પુત્ર પર શું વીતી હશે. આ કહાની છે બિહારના લાલ ચંદન સિંહની. જેમણે ગયા મહિને ઈંગ્લેન્ડનામાં કોમનવેલ્થ ગેમ્સમાં Lawn Balls કેટેગરીમાં ભારતને પ્રથમ વખત મેડલ અપાવ્યો હતો.

 મેડલ

પિતાને મારું રમવું પસંદ નહોતું

ચંદને કહ્યું  કે, મારા પિતા મારાથી નારાજ છે. તે બિહાર પોલીસમાં કોન્સ્ટેબલ હતો, હવે તે નિવૃત્ત છે. તેને મારી રમત પસંદ નહોતી. તે હંમેશા મારી માતાને ટોણો મારતા હતા કે, તારો દીકરો કંઈ નહીં કરશે માત્ર બીજાની થેલીઓ ઉપાડે છે. મારા મેડલ જીત્યા પછી પપ્પા એટલા ખુશ નથી તેમ છતાં તેઓ કહે છે કે, તમે આ બધું શું કરો છો મને કંઈ સમજાતું નથી.

 મેડલ

ચંદને તેની સફળતા પાછળની સ્ટોરી શેર કરી છે. તેણે જણાવ્યું કે, તેણે વર્ષ 2000માં ઘર છોડી દીધું હતું. 2007થી Lawn Balls માટે સખત મહેનત કરી. તૈયારીઓ વચ્ચે મારી નાની દાદીનું અવસાન થઈ ગયું અને મારી એક પિતરાઈ બહેનના લગ્ન થયા જેમાં હું હાજરી આપી શક્યો નહોતો. તેણે વધુમાં કહ્યું કે, મેં ચોથી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો અને આ વખતે સફળતા મળી.

માતાએ પિતાની નારાજગીનું કારણ જણાવ્યું

તેની માતાએ ચંદનસિંહના પિતાની નારાજગી જણાવી. તેમણે કહ્યું કે, ચંદનના પિતા હંમેશા મારી સાથે લડતા રહે છે અને કહેતા રહે છે કે, તારો દીકરો ક્યારેય કંઈ નહીં કરે. તેને ગુસ્સો આવવાનું કારણ એ છે કે, એકવાર ચંદન ઈન્ટરમીડિયેટમાં નાપાસ થયો હતો. ત્યારપછી તેના પિતા ગુસ્સે થવા લાગ્યા અને તે મને હંમેશા ટોણા મારતા હતા કે, તારો દીકરો નાલાયક છે. તે ભણતો નથી, લખતો નથી, બીજાના ચક્કરમાં રહે છે. મારા બધા પૈસા વેડફ્યા. મેં તેને અભ્યાસ કરવા માટે બહાર રાખ્યો હતો પણ તે ખોટા રસ્તે ગયો. આગળ ચંદનની માતાએ કહ્યું કે, હવે તે આટલી મોટી ઉપલબ્ધિ (સિલ્વર મેડલ) લઈને આવ્યો છે તેમ છતાં તેમના પિતા ખુશ નથી. તેઓ કહેતા રહે છે કે, આ બધી વસ્તુઓનું શું થશે. જ્યારે મારી એક દીકરી અને નાનો દીકરો તેમની સાથે ઉભા હતા. દરેક જરૂરિયાત પૂરી કરી કારણ કે, મને ખાતરી હતી કે એક દિવસ તેને ચોક્કસ સફળતા મળશે.

દેશને મેડલ અપાવનાર ચંદનનો પરિચય

ચંદન કુમાર સિંહ મૂળ બિહારના મૂંગેરના એક નાનું ગામ સુપૌલ જમુઆથી આવે છે. જે સંગ્રામપુર પ્રખંડ ક્ષેત્રમાં પડે છે. તેઓ વ્યવસાયે બિહાર સરકારના એક મધ્ય વિદ્યાલયમાં શિક્ષકના પદ પર કાર્યરત છે. ચંદનકુમાર સિંહના દાદા સ્વ. અર્જુન કુમાર સિંહ સ્વતંત્રતા સેનાની હતા. તેમના પિતા બિહાર પોલીસના રિટાયર્ડ કોન્સ્ટેબલ હતા. માતા શુભદ્રા દેવી ગૃહિણી છે અને તેઓ 3 ભાઈ બહેન છે. જેમાં તેમનો નાનો ભાઈ ઝારખંડમાં પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર કાર્યરત છે. તેમણે પોતાના સ્કૂલનું શિક્ષણ પોતાના ઘરની બાજુના ગામની એક સરકારી સ્કૂલમાં લીધુ હતું. તેણે રાંચી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ત્યાર બાદ તે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન માટે ભોપાલ ગયો ત્યાર બાદ તેણે નાગપુરથી આ જ વિષયમાં માસ્ટર ડિગ્રી લીધી હતી.

જાણો શું હોય છે ‘Lawn Balls’ ગેમ્સ

ચંદન કુમાર સિંહ અને તેની ટીમે Lawn Balls ગેમમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. આ ગેમ્સમાં 4 સભ્યોની ટીમ હતી. જેને અંગ્રેજીમાં મેન ફોર્સ (Men Four’s)કહેવામાં આવે છે. જેમાં આગળ રહેનાર ખેલાડીને લીડ બોલે છે અને બીજા સ્થાન વાળાને ફર્સ્ટ સ્કિપ, ત્રીજા સ્થાન વાળાને સેકન્ડ સ્કિપ બોલે છે અને ચોથા સ્થાન પર ઉભેલા પ્લેયરને સ્કિપ બોલવામાં આવે છે.

READ ALSO:

Related posts

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના આ સ્ટાર પચારકો કરશે પ્રચાર પ્રસાર

GSTV Web Desk

ભારત વિશ્વની સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જશે, જાણો ભારતે એવી શું કરી કમાલ?

Akib Chhipa

CAAને લઈને મમતા બેનર્જીને શુભેન્દુ અધિકારીએ આપ્યો ખુલ્લો પડકાર, જાણો આખો મામલો

GSTV Web Desk
GSTV