ઈંગ્લેન્ડના બર્મિઘમમાં કોમનવેલ્થ 2022 ગેમ રમાઈ રહી છે જેમાં ભારતની રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કુસ્તીમાં ભારતને પ્રથમ અત્યાર સુધીમાં 7 ગોલ્ડ મેડલ જીત્યો છે. કુસ્તી સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ અગાઉ અંશુ મલિકે મહિલાઓની 57 KGની વેટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પૂનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. પુરુષોની ફ્રીસ્ટાઈલ 65 કિલો વર્ગની ફાઈનલમાં બજરંગ પૂનિયાએ કેનેડાના કે એલ. મેકલિનને 9-2થી માત આપી છે. બજરંગે પહેલા હાફમાં ચાર પોઈન્ટ લીધા હતા. ત્યારપછી બીજા હાફમાં મેકલીને બે પોઈન્ટ સાથે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બજરંગે વધુ તક આપી ન હતી. બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજો મેડલ જીત્યો હતો. આ સાથે તેણે સુવર્ણ સફળતાનું પુનરાવર્તન કર્યું હતું.
भारतीय पहलवान बजरंग पुनिया ने पुरुष फ्रीस्टाइल 65 किलोग्राम भार वर्ग के फाइनल में कनाडा के मैकनील लाचलन को हराकर स्वर्ण पदक जीता। यह #CommonwealthGames2022 में भारत का अब तक का सातवां स्वर्ण पदक है। pic.twitter.com/pbfRK11nWW
— ANI_HindiNews (@AHindinews) August 5, 2022
The talented @BajrangPunia is synonymous with consistency and excellence. He wins a Gold at the Birmingham CWG. Congratulations to him for the remarkable feat, his 3rd consecutive CWG medal. His spirit and confidence is inspiring. My best wishes always. pic.twitter.com/hjBYjd1lCP
— Narendra Modi (@narendramodi) August 5, 2022
બજરંગ પૂનિયાએ કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો છે જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે.
નોંધનીય છે કે, કોમનવેલ્થમાં ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 8 સિલ્વર, 7 બ્રોન્ઝ કુલ 24 મેડલ જીત્યા છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સૌથી ટોપ છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 51 ગોલ્ડ, 42 સિલ્વર અને 39 બ્રોન્ઝ સહિત કુલ 132 મેડલ જીત્યા છે.
Read Also
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ
- બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ