GSTV

ભારતને કોમનવેલ્થમાં પાંચમા દિવસે પાંચ મેડલ : એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ

Last Updated on August 7, 2019 by Alap Ramani

કોમનવેલ્થ ગેમના પાંચમા દિવસે ભારતને વધુ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતને આજે એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ પાંચ મેડલ મળ્યા છે.

આજે 10 મીટર એર પિસ્તોલમાં અપૂર્વી ચંદેલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારે  મેહુલી ઘોષે સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત જીતુ રાયે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય 10 મીટર એર પિસ્તોલમાં ઓમ મિથરવાલે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  ફાઈનલ મુકાબલામાં જીતુ રાયને 235.1 પોઈન્ટ અને મિથરવાલને 214.3 પોઈન્ટ મળ્યા હતાં.

આ ઉપરાંત વેટ લિફ્ટિગમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ છે. ત્યારે પ્રદીપસિંહે વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે 105 કિલો ભારવર્ગની સ્પર્ધામાં આ મેડલ હાંસલ કર્યો છે. પ્રદીપસિંહ કુલ 352 કિલોગ્રામ વનજ ઉઠાવ્યુ  હતુ. કોમન વેલ્થ ગેમ્સમાં સોમવારે ભારતે ત્રણ મેડલ જીત્યા છે. શૂટિંગમાં જીતુ રાયે ગોલ્ડ મેડલ, ઓમ મિથારવલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે વેટવિફ્ટર પ્રદીપ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત વુમન્સ રેન્જમાં 10 મી શૂટિંગમાં મેહુલી ઘોષને સિલ્વર અને અપુર્વી ચંદેલાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આમ, ભારતને અત્યાર સુધીમાં 17 મેડલ મળી ચૂક્યા છે. મેડલ ટેલીમાં ભારત ત્રીજા ક્રમે છે. જ્યારે પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા છે.

Related posts

બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઈનલ્સ ટુર્નામેન્ટ: યામાગુચીને હરાવીને પીવીસિંધુ પહોંંચી ફાઈનલમાં, હવે સાઉથ કોરિયન ખેલાડી સાથે ટક્કર!

pratik shah

ફફડાટ / જામનગરમાં વધુ બે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દી નોંધાયા, તંત્રની ચિંતા વધી

Zainul Ansari

IND vs NZ / આર અશ્વિને આ મામલે અનિલ કુંબલેને છોડ્યો પાછળ, વાનખેડે ટેસ્ટમાં મેળવી સિદ્ધિ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!