GSTV
Home » News » વરસતો વરસાદ, ભારત-પાક મેચમાં પણ મહાવિલન બની શકે છે હવામાન!

વરસતો વરસાદ, ભારત-પાક મેચમાં પણ મહાવિલન બની શકે છે હવામાન!

વર્લ્ડકપ 2019ની સૌથી રોમાંચક મેચ 16 જૂને થશે. બે ચિર પ્રતિદ્વંદ્વી મેનચેસ્ટરના ટ્રેંટ બ્રિજમાં એકબીજાને જબરજસ્ત ટક્કર આપશે. ફરી એકવાર ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન સામસામે આવશે. પાકિસ્તાન પણ આ વખતે ‘કરો યા મરો’ માટે તૈયાર છે.

આ મેચને ઈંગ્લેન્ડના હવામાનનો કેટલો સાથ મળે છે એ જોવાનું રહ્યું, પરંતુ ક્રિકેટ રસિયાઓ માટે હવામાન વિભાગનું અનુમાસ નિરાશાજનક છે. હવામાન વિભાગ અનુસાર, રવિવારે મેનચેસ્ટરમાં વાદળો છવાયેલાં રહેશે અને થોડો-થોડો વરસાદ પણા રહેશે. ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં પણ વરસાદ વિલન બની ચૂક્યો છે.

એક્વાવેધર ડૉટ કૉમ અનુસાર રવિવારે મેનચેસ્ટરમાં સવારે 9 વાગે પહેલા વરસાદથી મેદાન ભીનું થઈ શકે છે. ત્યારબાદ 11 વાગે ફરી વરસાદ પડવાની શક્યતા છે. 2 વાગે પણ વરસાદની આગાહી છે.

ભારત પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 6 મેચ થઈ ચૂકી છે અને બધી જ મેચોમાં ભારતની જીત થઈ છે. પુલવામા હુમલા બાદ બંને દેશો વચ્ચે વધેલ તણાવના કારણે આ મેચનો બહિષ્કર કરવાની માંગણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ ‘આતંકવાદ ઉત્પન્ન કરતા દેશો સાથે સંબંધ તોડવાના બીસીસીઆઈના આગ્રહને ઠુકરાવી કહ્યું હતું કે, આવી બાબતોમાં આઈસીસીની કોઇ ભૂમિકા નથી.’

વર્લ્ડકપમાં અત્યાર સુધીની ભારત-પાકિસ્તાનની મેચ અને પરિણામ

  1. 1992: સિડનીમાં ભારતે પાકિસ્તાનને 43 રને હરાવ્યું.
  2. 1996: બેંગલુરૂમાં ભારતે પાકિસ્તાનને 39 રને હરાવ્યું.
  3. 1999: મેનચેસ્ટરમાં ભારતે પાકિસ્તાનને 47 રને હરાવ્યું.
  4. 2003: સેંચુરિયનમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું.
  5. 2011: મોહોલીમાં ભારતે પાકિસ્તાનને 29 રને હરાવ્યું.
  6. 2015: એડિલેડમાં ભારતે પાકિસ્તાનને 76 રને હરાવ્યું.

Related posts

ગુજરાતના આ ગામમાં જન્માષ્ટમી પર જુગાર નહી આ રમત રમાય છે

Nilesh Jethva

રાજકોટમાં પત્ની વીશે અભદ્ર ટિપ્પણી કરતા પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

Nilesh Jethva

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!