GSTV

કોંગ્રેસમાં ઉઠ્યા વિરોધી સૂર/ કારોબારીની બેઠક માત્ર દેખાડો, સોનિયા જ 21 વર્ષથી પાર્ટીના સુપ્રીમ બોસ

સોનિયા

Last Updated on October 18, 2021 by Bansari

ભૂતપૂર્વ વિદેશમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નટવરસિંહે કહ્યું હતું કે કોંગ્રેસ કારોબારીની તાજેતરમાં બોલાવવામાં આવેલી મિટિંગ ફક્ત દેખાડો કરવા માટે બોલાવવામાં આવી હતી, વાસ્તવમાં છેલ્લા 21 વર્ષથી સોનિ ગાંધી જ કોંગ્રેસના સુપ્રીમ બોસ તરીકે કામ કરે છે. શનિવારે બોલાવવામાં આવેલી બેઠક બાદ કોઇ નક્કર પરિણામ આવ્યું નહોતું કેમ કે મિટિંગ બોલાવતા પહેલાં જે લોકોએ જાહેરમાં ભારે હોબાળો મચાવ્યો હતો તેઓએ મિટિંગમાં જ હોઠ સીવી લીધા હતા એમ તેમણે કહ્યું હતું.

સોનિયા

બેઠક ફક્ત દેખાડો કરવા માટે જ બોલાવવામાં આવી

ભૂતપૂર્વ વિદેશમંત્રીએ પક્ષની કાર્યપદ્ધતિની આલોચન કરતાં કહ્યું હતું કે હાલ પક્ષ જે રીતે જમીન ઉપર કામ કરી રહ્યો છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે આગામી સમયમાં આવી રહેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૈકી કોંગ્રેસ એકપણ રાજય જીતી સકશે નહીં. કોંગ્રેસ કારોબારીની તાજેતરમાં બોલાવવામાં આવેલી બેઠક ફક્ત દેખાડો કરવા માટે જ બોલાવવામાં આવી હતી,

વાસ્તવમાં છેલ્લા 21 વર્ષથી સોનિયા ગાંધી જ પક્ષની શાસનધુરા સંભાળી રહી છે એમ કહેતાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસે ભેગા મળીને કામ કરવું પડશે નહી તો રાજકારણમાં તે ભાજપથી ઘણી પાછળ રહી જશે. નટવરસિંહના મતાનુસાર આગામી સમયમાં કોગ્રેસ ફક્ત એક જ રાજ્યની સત્તા હાંસલ કરી શકશે.

સોનિયા

અસંતુષ્ઠ નેતાઓને ચિમકીના સ્વરમાં સોનિયા ગાંધીએ તાકીદ કરી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જી-23 તરીકે ઓળખાતા અસંતુષ્ઠ નેતાઓને ચિમકીના સ્વરમાં સોનિયા ગાંધીએ તાકીદ કરી હતી કે કોંગ્રેસના નેતાઓએ મીડિયાના માધ્યમથી તની સાથે વાત કરવાની કોઇ જરૂર નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલના સંદર્ભમાં સોનિયા ગાંધીએ આ મુજબની તાકીદ કરી હતી.

તે ઉપરાંત સોનિયાએ એમ પણ કહ્યું હતું કે આપણે સૌએ ભેગા મળીવે સ્વતંત્ર અને પ્રમાણિક ચર્ચા-વિચારણા કરવી જોઇએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની હાલની નેતાગીરીથી અસંતુષ્ઠ એવા 23 નેતાઓએ ગત વર્ષે સોનિયા ગાંધીને એક ચીઠ્ઠી લખીને લોકશાહી ઢબે પક્ષની આઆંતરિક ચૂંટણીઓ કરાવવાની માંગ કરી હતી.

Read Also

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!