GSTV
Home » News » શું થશે જો વર્લ્ડકપમાં સેમી ફાઇનલ અને ફાઇનલ મેચમાં પણ પડશે વરસાદ તો!

શું થશે જો વર્લ્ડકપમાં સેમી ફાઇનલ અને ફાઇનલ મેચમાં પણ પડશે વરસાદ તો!

વર્લ્ડકપ ક્રિકેટ ચાલી રહી છે ત્યાં વચ્ચે-વચ્ચે વરસાદ અડચણો ઊભી કરી રહ્યો છે. 13 જૂન સુધીમાં વરસાદના કારણે 3 મેચ રદ થઈ ચૂકી છે. બે મેચની તો શરૂઆત પણ થઈ શકી નહોંતી અને રદ થઈ ગઈ. વર્લ્ડકપમાં આવું પહેલી વાર થયું છે, જેમાં એકજ ટૂર્નામેન્ટમાં ત્રણા મેચ વરસાદના કારણે રદ થઈ હોય. આ પહેલાં 1992 અને 2003ના વર્લ્ડકપમાં વરસાદના કારણે બે-બે મેચ રદ થઈ ચૂકી છે. સતત વરસાદના કારણે મેચમાં અડચણો વિશે આઈસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડ્સને કહ્યું હતું,

વર્લ્ડકપમાં દરેક મેચ માટે એક રિઝર્વ દિવસ રાખવામાં આવે તો, ટૂર્નામેન્ટ બહુ લાંબી થઈ જાય અને વ્યવહારિકરૂપે પણ તેનું પાલન કરવું ખૂબજ મુશ્કેલ થઈ જાય. એ વાતની કોઇ ગેરંટી નથી હોતી કે, આવતીકાલે પણ વરસાદ નહીં આવે. વર્લ્ડકપમાં એક મેચ કરાવવા માટે લગભગ 1200 કરતાં પણ વધારે લોકો સાઇટ પર હોય છે. એટલે જો એક રિઝર્વ ડે રાખવો હોય તો, કર્મચારીઓમાં વધારો કરવો પડે. વર્લ્ડકપમાં કુલ 445 ગૃપ મેચ રમશે, જેમાં નૉક-આઉટ મેચો (સેમીફાઇનલ અને ફાઇનલ) માટે પહેલાંથી જ એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે.

શું થશે જો સેમીફાઇનલમાં વરસાદ પડશે તો

સેમીફાઇનલ મેચમાં વરસાદ પડશે તો તેના માટે એક રિઝર્વ દિવસ હોય છે. રિઝર્વ દિવસે પણ વરસાદ પડશે તો લીગ મેચમાં જે ટીમના પોઇન્ટ વધારે હશે એ ટીમ ફાઇનલમાં પહોંચશે.

શું થશે જો ફાઇનલ મેચમાં વરસાદ પડશે તો

જો ફાઇનલ મેચના દિવસે વરસાદ પડશે તો એક રિઝર્વ દિવસ હોય છે, એ દિવસે મેચ રમાશે. જો રિઝર્વ દિવસે પણ વરસાદ આવશે તો ફાઇનલમાં પહોંચેલી બંને ટીમ ટ્રોફી શેર કરશે. ફાઇનલ મેચ જો ટાઇ થાય તો સુપર ઓવરથી નિર્ણય લેવામાં આવે છે.

Related posts

અમિત શાહે દિલ્હીમાં જનગણના ભવનનું કર્યું ઉદ્ધાટન, જાણો શા માટે ઈમારતનો રંગ છે ગ્રીન ?

Mayur

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

દારૂનું ધામ બની ચૂક્યું છે રંગીલું રાજકોટ ? સત્તત ત્રીજા દિવસે પોલીસની મેગાડ્રાઈવમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!