GSTV
Home » News » આલોક વર્મા પર લાગેલા આરોપો નક્કર પૂરવાર ન થયા, CVCને ન મળ્યા કોઇ પૂરાવા

આલોક વર્મા પર લાગેલા આરોપો નક્કર પૂરવાર ન થયા, CVCને ન મળ્યા કોઇ પૂરાવા

સીબીઆઈ વર્સીસ સીબીઆઈ વિવાદમાંસેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની તપાસમાં કંઈ ઉકળ્યું નહીં. સુત્રોનું માનીએ તો સીબીઆઈ ડિરેક્ટર આલોકવર્મા પર લાગેલા બે કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહેલા સેન્ટ્રલવિજિલન્સ કમિશનરને કોઈ નક્કર પૂરાવા મળ્યા નથી.

સીવીસીની તપાસ સુપ્રીમ કોર્ટનાજજ એ.કે.પટનાયકની દેખરેખ હેઠળ કરાઈ હતી. મામલાની તપાસ સરકારે જ સીવીસીને સોંપી હતી. બાદમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ જસ્ટીસપટનાયકને તેના પ્રમુખ બનાવ્યા હતા. સીવીસીની જરૂરિયાત તે સમયે પડી જ્યારેસીબીઆઈના બે પ્રમુખ અધિકારીઓ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશઅસ્થાનાએ એક બીજા પર ભ્રષ્ટાચારના આરોગ લગાવ્યા.

વિવાદ વધતાં 23 ઓક્ટોબરે બંને ઉચ્ચ અધિકારીઓને રજા પર મોકલીદેવાયા હતા.. સીબીઆઈએ અસ્થાના વિરુદ્ધ 15 ઓક્ટોબરે ફરિયાદ નોંધી હતી. તો અસ્થાનાએ આલોક વર્મા સામે કેબિનેટ સચિવને24 ઓગસ્ટે ફરિયાદ આપી હતી. અને બાદમાં કેબિનેટ સચિવે અસ્થાનાનીફરિયાદને સીવીસીને સોંપી હતી.

READ ALSO 

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!