GSTV
Home » News » કેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર

કેન્દ્રીય તકેદારી પંચ : બેંક કૌભાંડ મામલે આરબીઆઈનું ઓડિટ જવાબદાર

કેન્દ્રીય તકેદારી પંચે આરબીઆઈ પર મોટો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય તકેદારી પંચે એક નિવેદનમાં જણાવ્યુ કે જે સમયગાળા દરમ્યાન પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા 130 અરબનો ગોટાળો થયો આ સમયગાળા દરમ્યાન આરબીઆઈ દ્વારા યોગ્ય રીતે ઓડિટ નથી કરવામાં આવ્યુ જેના કારણે કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે.

બેંકોમાં ઓડિટ પ્રણાલીને વધારે મજબૂત કરવાની વાત કરતા કેન્દ્રીય તકેદારી પંચના કે.વી. ચૌધરીએ મંગળવારે જણાવ્યુ કે, બેંકોમાં નિયમિત રીતે ઓડિટ કરાવવાની જવાબદારી આરબીઆઈની છે. ઓડિટ કાર્યમાં કોઈપણ પ્રકારની ઢીલની તપાસ કરવાની જવાબદારી સીવીસીની હોય છે.

કે.વી. ચૌધરીએ વધુમાં જણાવ્યુ કે, બેંકોના જોખની સીમા નક્કી કરવા માટે કેટલા માનાકો હોવા જરૂરી છે. મહત્વનું છે કે. પીએનબી કૌભાંડ સામે આવ્યા બાદ સીબીઆઈ સહિત કેન્દ્રીય તકેદારી પંચે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે કેન્દ્રીય તકેદારી પંચે બેંક કૌભાંડ મામલે આરબીઆઈના ઓડિટને જવાબદાર ગણાવ્યું છે.

 

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

લોકસભાના મતદાન સમયે પંજાબ-યુપીમાં હિંસા, પ.બંગાળમાં ટીએમસીના કાર્યકરોએ ગુંડાગીરી કર્યાનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!