GSTV
Home » News » રોજના એક ને એક નાસ્તાથી બોર થઈ ગયા હોય તો આજે જ ટ્રાય કરો Yummy રવા કટલેટ

રોજના એક ને એક નાસ્તાથી બોર થઈ ગયા હોય તો આજે જ ટ્રાય કરો Yummy રવા કટલેટ

સામગ્રી:

  • એક કપ રવો
  • ચાર કપ દૂધ
  • બે મોટા ચમચા તેલ
  • એક ક્યુબ ચીઝ ખમણેલી
  • પચાસ ગ્રામ પનીર મસળેલું
  • નમક સ્વાદાનુસાર
  • પા ચમચી લાલ મરચાંનો પાઉડર
  • પોણો ચમચી ગરમ મસાલો
  • થોડી કોથમીર ઝીણી સમારેલી
  • બે-ત્રણ લીલા મરચાં ઝીણાં સમારેલા
  • અડધો કપ બ્રેડ ક્રમ્સ
  • તેલ

રીત:

દૂધ ગરમ કરી તેમાં બે મોટા ચમચા તેલ નાખો. તેમાં રવાને ચાળીને નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. ગેસ પરથી મિશ્રણ ઉતારી તેમાં ચીઝ, પનીર, મીઠું, મરચું, ગરમ મસાલો, કોથમીર અને લીલાં મરચાં નાખી મિક્સ કરો. મિશ્રણને કટલેટનો આકાર આપો. બ્રેડ ક્રમ્સમાં રંગદોળી, નોન સ્ટીક તવા પર તેલ ગરમ કરી ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી શેકો. ફુદીના-કોથમીરની ચટણી અથવા ટામેટાના સોસ સાથે ગરમ ગરમ પીરસો.

Read Also

Related posts

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah

દેશભરમાં ચર્ચામાં છવાયેલ પીએમ મોદીનો આ પોશાક છે ખાસ, જાણો કોણે બનાવ્યો અને કોણે ભેટમાં આપ્યો

NIsha Patel

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!