GSTV
Business Trending

ખુશખબર / આ 16 સહકારી બેંકોના ગ્રાહકોને આવતીકાલે મળશે 5-5 લાખ રૂપિયા, જુઓ આખી યાદી

બેંક

સંકટનો સામનો કરી રહેલી દેશની 16 સહકારી બેંકોના ગ્રાહકો માટે સારા સમાચાર છે. આ બેંકોના ગ્રાહકોને સોમવારે 5 લાખ રૂપિયા મળશે. આ રકમ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર સ્કીમ હેઠળ આપવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ની સહયોગી સંસ્થા DICGC આ રકમ નવા નિયમ હેઠળ જારી કરશે.

બેંક

ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) એ અગાઉ 21 બેંકોની યાદી આપી હતી, જેમાંથી 5 બેંકોને બહાર કરવામાં આવી છે. આ 5 બેંકોમાં પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક અથવા પીએમસીનો પણ સમાવેશ થાય છે, જેના ગ્રાહકોને 5 લાખ રૂપિયાનું ડિપોઝિટ વીમા કવર મળશે નહીં. આ 5 બેંકો કાં તો વિલીનીકરણની સ્થિતિમાં છે અથવા હવે મોરેટોરિયમમાંથી બહાર છે. તેથી, આ બેંકોના ગ્રાહકોને 5 લાખ રૂપિયા નહીં મળે.

ઓગસ્ટમાં સંસદે DICGC (સુધારા) બિલ, 2021 પસાર કર્યું હતું, જેમા એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે ખાતાધારકોને RBI દ્વારા બેંકો પર મોરટોરિયમ લાગૂ કરવાના 90 દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધીની રકમ મળે. અધિનિયમ પછી સરકારે 1 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ અધિનિયમની જોગવાઈઓ અમલમાં આવશે તે તારીખ તરીકે સૂચિત કરી છે. સૂચિત તારીખથી ફરજિયાત 90 દિવસ 29 નવેમ્બર, 2021ના ​​રોજ સમાપ્ત થાય છે. તે મુજબ 29 નવેમ્બરના અંત સુધીમાં ખાતાધારકોના ખાતામાં 5 લાખ રૂપિયા ઉપલબ્ધ થઈ જશે.

શું છે નિયમ?

DICGC તરફથી એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ બેંકોના થાપણદારો, જેમણે હજુ સુધી તેમના દાવા સબમિટ કર્યા નથી, તેમને સંબંધિત બેંકોનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. દાવાની સાથે માન્ય દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. ખાતાધારકે લેખિત ઘોષણા કરવી પડશે કે તે ક્રેડિટ ડિપોઝિટની રકમ મેળવવા માંગે છે. તેમાં જણાવવાનું હશે કે કે તે વધુમાં વધુ 5 લાખ રૂપિયા લેવા માટે તૈયાર છે. જે બેંકમાં રૂપિયા ફસાયા છે તે સિવાય એક વૈકલ્પિક એકાઉન્ટ નંબર આપવો પડશે જેમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વૈકલ્પિક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ.

આ બેંકોના ગ્રાહકને નહીં મળે રૂપિયા

આ યોજના હેઠળ બીજા તબક્કા માટે દસ્તાવેજો સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર, 2021 છે જ્યારે ચુકવણીની તારીખ 31 ડિસેમ્બર, 2021 છે. પીએમસી બેંક ઉપરાંત, હિંદુ કો-ઓપ બેંક લિમિટેડ, પંજાબના પઠાણકોટ, મહારાષ્ટ્રની રુપી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને કર્ણાટકની નીડ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને બિદર મહિલા અર્બન કો-ઓપ બેંક લિમિટેડના થાપણદારો તેમાંથી બાકાત રખાયા છે. નોંધનીય છે કે આરબીઆઈએ જૂનમાં સેન્ટ્રમ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ફિનટેક સ્ટાર્ટઅપ BharatPeને PMC બેંકને હસ્તગત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

બેંક

આ બેંકોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા

  1. અદૂર કોઓપરેટિવ અર્બન બેંક- કેરળ
  2. સિટી કોઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર
  3. કપોલ કોઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર
  4. મરાઠા શંકર બેંક, મુંબઈ- મહારાષ્ટ્ર
  5. મિલટ કોઓપરેટિવ બેંક- કર્ણાટક
  6. પદ્મશ્રી ડો. વિઠલ રાવ વિખે પાટિલ- મહારાષ્ટ્ર
  7. પીપલ્સ કોએપરેટિવ બેંક, કાનપુર- ઉત્તર પ્રદેશ
  8. શ્રી આનંદ કોઓપરેટિવ બેંક, પુણે- મહારાષ્ટ્ર
  9. સિકર અરબન કોઓપરેટિવ બેંક લિમિટેડ- રાજસ્થાન
  10. શ્રી ગુરુરાઘવેન્દ્ર સહકાર બેંક નિયમિત- કર્ણાટક
  11. મુધોઈ કોઓપરેટિવ બેંક- કર્ણાટક
  12. માતા અરબન કોઓપરેટિવ બેંક- મહારાષ્ટ્ર
  13. સરજેરાઓદાદા નાસિક શિરાલા સહકારી બેંક- મહારાષ્ટ્ર
  14. ઇન્ડિપેન્ડેન્સ કોઓપરેટિવ બેંક, નાસિક- મહારાષ્ટ્ર
  15. ડક્કન અરબન કોઓપરેટિવ બેંક, વિજયપુર- કર્ણાટ
  16. ગ્રહ કોઓપરેટિવ બેંક, ગુના- મધ્ય પ્રદેશ

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV