GSTV

બિહાર બનતું ગુજરાત / આ શહેરમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકે મહિલા દુકાનદાર સાથે કર્યા શારીરિક અડપલા, કરી આ માંગ

Last Updated on July 1, 2021 by GSTV Web Desk

વાપીની દુકાનમાં માલસામાન ખરીદી કરવાના બહાને રોમિયોએ યુવતી સાથે શારિરીક અડપલા કરી તારે મારી ઇચ્છા મુજબ કરવું પડશે, નહીંતર ધંધો બંધ કરાવી દઇશ એવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

વાપીમાં આવેલી રેડીમેઇડ કપડાની એક દુકાનમાં મંગળવારે ગુડ્ડુ ઉર્ફે મનોજ યાદવ લેડિઝ ટી-શર્ટ અને પેન્ટ લેવા ગયો હતો. દુકાનમાં હાજર મહિલા દુકાન માલિક કામિની (નામ બદલ્યું છે)ને ટી શર્ટ અને પેન્ટ બતાવવા કહ્યું હતુ. બાદ ગુડ્ડુએ ટી શર્ટ અને પેન્ટ ખરીદી બીલની રકમ રૃ.૩૮૦ ચુકવવા રૃ.૫૦૦ આપતા કામિનીએ રૃ.૧૨૦ પરત આપતી વેળા ગુડ્ડુએ હાથ પકડી શારીરિક અડપલા કર્યા હતા. ગુડ્ડુએ ખરીદીના બહાન બે ત્રણ વખત દુકાન પર આવી કામિનીની છેડતી કરી હતી.

આ ઉપરાંત કામિનીને મારી ઇચ્છા મુજબ કરવું પડશે, નહીંતર ધંધો કરવા નહી દઇશ એવી ધમકી પણ આપી હતી. ગુડ્ડુની હરકતથી કંટાળીને કામિનીએ પતિને આખી વાત જણાવી હતી. આ મામલે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.

Read Also

Related posts

કડકાઇ/ કોરોનાના વધતા સકંજા વચ્ચે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ, ધંધા-રોજગાર અને લગ્ન સમારંભોના આયોજન માટે નવી ગાઇડલાઇન જાહેર

Bansari

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!