GSTV
Home » News » જાણો હિન્દી બેલ્ટના ક્યાં ત્રણ રાજ્યોમાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી

જાણો હિન્દી બેલ્ટના ક્યાં ત્રણ રાજ્યોમાં ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હિન્દી બેલ્ટના 3 રાજ્યોમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લઇ ધમાકેદાર કમબેક કર્યું છે. યોગાનુયોગ રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યાને એક વર્ષ પૂર્ણ થયું તે દિવસે જ ચૂંટણી પરિણામો આવ્યા. અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યાના દિવસે જ તેને છત્તીસગઢ. રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોમાં વિજયી રૂપી ભેટ મળી.

સત્તાના સેમિફાઇનલ ગણાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે સંજીવની સાબિત થયા છે. અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપના ગઢ મધ્યપ્રદેશ. રાજસ્થાન અને છત્તીસગઢના કાંગરા ખેરવવાને બદલે આખા ગઢ જ ધરાશાયી કરી દીધા.
ચૂંટણી પરિણામોમાં પણ એક ગજબનો સંયોગ જોવા મળ્યો.

5 રાજ્યોની ચૂંટણીના પરિણામે જાહેર થયા તે જ તારીખે બરાબર એક વર્ષ પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવાના દિવસે જ આવેલા 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ફક્ત રાહુલ ગાંધી માટે જ નહિં. પરંતુ સમગ્ર કોંગ્રેસ પાર્ટી માટે ખુશીના સમાચારો લઇને આવ્યા છે.

11 ડિસેમ્બર 2017ના રોજ રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. જો કે તેમણે સત્તાવાર રીતે હોદ્દો 16 ડિસેમ્બર 2017ના રોજ સંભાળ્યો હતો. રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા તે જ સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ભાજપ વિરોધી જુવાળ ઉભો કરવામાં કોંગ્રેસ ઘણી સફળ રહી હતી. પરંતુ તેને સંપૂર્ણપણે વોટબેંકમાં પરિવર્તિત કરી શકી નહોતી. કોંગ્રેસે ભાજપને આપેલી જોરદાર ટક્કરનું જ એ પરિણામ હતું કે ગુજરાતમાં ભાજપ 99 બેઠકો પર સમેટાઇ ગઇ. રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યાના થોડાક જ દિવસોમાં તેમને ગુજરાતની ગિફ્ટ મળતા સહેજમાં રહી ગઇ.

ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હંફાવ્યા બાદ રાહુલ ગાંધી 5 રાજ્યોની ચૂંટણીમાં પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા. તેમની સામે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપને પછાડવાનો વિરાટ પડકાર હતો. તો રાજસ્થાનમાં પણ કોંગ્રેસની ફરી સત્તાવાપસી કરાવવાનો લક્ષ્યાંક હતો. પરંતુ રાહુલ ગાંધીએ તમામ રાજ્યોમાં જવાબદારી ઉઠાવી પ્રચારની ધૂરા સંભાળી. રાહુલ ગાંધીએ વિધાનસબા ચૂંટણીમાં કરેલી આકરી મહેનત ખૂબ ફળી. અને રાષ્ટ્રીય ફલક પર કોંગ્રેસ વધુ મજબૂત બનીને ઉભરી.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

પાકિસ્તાનીયો પાસે દાળ ખાવાના પણ પૈસા નથી, અને યુદ્ધની શેખી મારે છે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!