GSTV
Home » News » આ ખુરશી પર બેસનાર વ્યક્તિએ ગુમાવવો પડે છે જીવ, રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

આ ખુરશી પર બેસનાર વ્યક્તિએ ગુમાવવો પડે છે જીવ, રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એવી અનેક વસ્તુઓ છે જેને શ્રાપિત માનવામાં આવે છે. આવી વસ્તુઓમાંથી એક છે થોમસ બસ્બીની ખુરશી. માન્યતા છે કે આ ખુરશી એટલી અપશુકનકારી છે કે તેના પર બેસનાર વ્યક્તિનું મોત થઈ જાય છે. આ ખુરશી પર બેસનાર 60થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હાલ આ ખુરશીને ઈંગ્લેંડના સર્કસ મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. આ ખુરશીને અહીં 6 ફુટની ઊંચાઈ પર રાખવામાં આવી છે. લોકો ડરે છે કે ભુલથી પણ જો કોઈ તેના પર બેસી જાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

આ ચેર થોમસ બસ્બી નામના વ્યક્તિની છે. તેને આ ચેર અત્યંત પ્રિય હતી અને એટલા માટે જ તેને જરા પણ પસંદ ન હતું કે તેની ચેર પર અન્ય કોઈ બેસે. થોમસની આ ચેર પર તેના પરીવારના સભ્યોને પણ મનાઈ કરવામાં આવી હતી. પરંતુ એક દિવસ તેના સસરા આવ્યા અને આ ચેર પર બેઠા. થોમસ આ વાતથી એટલો નાખુશ થયો કે તેણે તેમની હત્યા કરી દીધી. આ ઘટના બાદથી ચેરને પણ શ્રાપિત ગણવામાં આવે છે.

માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ ચેર પર બેસવાનો પ્રયત્ન કરે છે તેનું મોત 2 દિવસની અંદર જ થઈ જાય છે. 63 લોકોના મોત થયા બાદ આ ચેરને મ્યૂઝિયમમાં રાખી દેવામાં આવી છે. આ ચેર અને લોકોના મૃત્યુ પાછળ શું સંબંધ છે તે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી.

Read Also

Related posts

ટાલ પર વાળ ઉગાડવા માટે કરો આ અચૂક ઉપાય, છૂટકારો મળશે સફેદ વાળથી પણ

NIsha Patel

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur

સાધ્વી પ્રજ્ઞાએ આપેલા નિવેદનથી પ્રધાનમંત્રીની એક યોજનાનું અપમાન થઈ ગયું છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!