ફ્લિપકાર્ટ અને એમેઝોને રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી છે. એમેઝોનનું ગ્રેટ રિપબ્લિક ડેઝ સેલ ૧૭ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. એમેઝોન પ્રાઇમ સભ્યો આ સેલનો ૨૪ કલાક પહેલા લાભ લઇ શકે છે એટલે કે એમેઝોન પ્રાઇમના સભ્યો 16 જાન્યુઆરીથી આ સેલનો ઉપયોગ કરી શકશે. ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ પણ 17 જાન્યુઆરીથી શરૂ થશે. જોકે ફ્લિપકાર્ટનું આ સેલ 22 જાન્યુઆરીએ સમાપ્ત થશે. ફ્લિપકાર્ટ પ્લસના સભ્યો માટે વેચાણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થશે.

ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ દરમિયાન ખરીદદારોને ઘણી ઓફર કરવામાં આવશે. આ સેલમાં ખરીદદારોને આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટે હજી સુધી સ્માર્ટફોન પર મળતા ચોક્કસ લાભનો ખુલાસો કર્યો નથી.
જોકે પોકો, એપલ, રિયલમી, સેમસંગ અને અન્ય બ્રાન્ડના સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ જેવા કે સ્માર્ટવોચ, ઇયરબડ્સ, લેપટોપ 80 ટકા સુધીના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.એમેઝોન વેચાણ દરમિયાન એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર ૧૦ ટકાનું ત્વરિત ડિસ્કાઉન્ટ આપશે.

આ સેલમાં પહેલી વાર નવા લોન્ચ થયેલા ઘણા સ્માર્ટફોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં વનપ્લસ 9આરટી, સેમસંગ ગેલેક્સી એસ21 એફઇ 5જી, રેડમી નોટ 11ટી 5જી અને શાઓમી 11ટી પ્રો 5જી જેવા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.આ સેલમાં સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ, ઇયરબડ અને અન્ય પ્રોડક્ટ્સ પણ સસ્તામાં વેચાશે. તમે એક્સચેન્જ અને બેંક ઓફરનો પણ લાભ લઈ શકો છો.

Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ