GSTV

Health Tips: ઘણા ગુણકારી હોય છે મીઠાં લીમડાનાં પાન, બહુજ બિમારીઓમાંથી અપાવે છે રાહત, આ રીતે કરો ઉપયોગ

લીમડા

Last Updated on January 24, 2021 by Mansi Patel

આપણી રોજીંદાની દિનચર્યામાં સ્વાસ્થ આદતોને અપનાવીને અને સામાન્ય બદલાવોની સાથે આપણે હેલ્ધી લાઈફ જીવી શકીએ છીએ. આ કડીમાં મીઠાં લીમડાનાં પાંદડાઓેને અવગણશો નહીં. લીમડાનાં પાદંડા જેવાં જ દેખાતા મીઠા લીમડાનાં પાદડામાં ગજબનાં ઔષધીય ગુણધર્મો મળી આવે છે. આ ફક્ત તમારા ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં જ મદદ કરતા નથી, પણ આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાંને જડમાંથી ખત્મ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ મીઠા લીમડાનાં પાનનાં હેલ્થ બેનિફિટ્સ…

એનિમિયાના જોખમને ઘટાડવામાં મદદ કરે: મીઠા લીમડાના પાનમાં આયર્ન અને ફોલિક એસિડ પ્રચૂર માત્રામાં મળી આવે છે. જેના કારણે તે એનિમિયાના જોખમને ઘટાડવામાં મદદગાર છે. તેમાં વિટામિન એ અને સી પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ડાયાબિટીઝને ઘટાડે:

તમે તમારા ભોજનમાં મીઠાં લીમડાનાં પાનની ચટણીનો સમાવેશ કરી શકો છો. જેને રોટલી સાથે ખાઈ શકાય છે અથવા બીજી કોઈ ડીશમાં મિક્સ કરી શકાય છે. તે શરીરમાં ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને અસર કરીને લોહીમાંથી બ્લડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

વાળ ખરતા અટકાવવામાં મદદગાર:

વાળ ખરતા અટકાવવામાં મદદગાર છે. હૂંફાળા પાણીમાં પાન મિક્સ કરીને હળવા હાથેથી વાળમાં રગડવાથી વાળ ખરતા અટકે છે.

ઉબકાની સમસ્યા દૂર થાય:

તાજા લીમડાનાં પાંદડામાં એ ગુણવત્તા છે કે તે ઉબકાની સમસ્યાને દૂર કરી શકે છે. ઘી સાથે કરી પાન શેકો. પછી તેને ઠંડુ થયા પછી ચાવવું. આ કરવાથી ઉબકા મટે છે.

શ્વાસમાં દુર્ગંધ દૂર કરો:

તાજા લીમડાનાં પાનને ધોઈ લો અને લગભગ પાંચ મિનિટ સુધી ચાવો, પછી મો ધોઈને પાણીથી કોગળા કરો. આમ કરવાથી, તમારા શ્વાસની ગંધ દૂર થઈ શકે છે. ખરેખર, તે મોઢામાં છુપાયેલા જંતુઓનો નાશ કરે છે અને તેની સુગંધથી તમારા મોંમાં તાજગી અનુભવાય છે.

મોઢાનાં ચાંદા:

મીઠા લીમડાનાં પાનનો પાઉડર કે પેસ્ટને મધની સાથે મિક્સ કરીને મોઢાનાં ચાંદા પર લગાવવાથી તે બેથી ત્રણ દિવસમાં મોઢાનાં ચાંદાથી રાહત આપે છે.

READ ALSO

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!