GSTV
Home » News » હાલમાં યુથમાં આ ફિલ્મની ક્લોથિંગ સ્ટાઈલ છે ફેશન ટ્રેન્ડમાં

હાલમાં યુથમાં આ ફિલ્મની ક્લોથિંગ સ્ટાઈલ છે ફેશન ટ્રેન્ડમાં

ફેશનની દુનિયા ખુબ જ વિશાળ છે. ખાસ કરીને યુવાનો ફેશન ટ્રેન્ડને ફોલો કરતા હોય છે. ત્યારે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગલી બોય’ ભારતના યુવાવર્ગમાં ઘણી લોકપ્રિય થઇ છે અને આ ફિલ્મ ચાલુ વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી છે. એક્ટર રણવીરે આ ફિલ્મમાં હિપ-હોપ સ્ટ્રીટ વેર સ્ટાઇલ અપનાવી હતી, જેમાં હૂડીઝ, સ્નીકર અને મજેદાર વાક્યો લખેલી ટી-શર્ટનો સમાવેશ થાય છે. આ ક્લોથીંગ સ્ટાઇલથી પ્રભાવિત થઈને યુવાપેઢીમાં આવાં કપડાંની માંગ વધી છે. “મિન્ત્રાની સૌથી મોટી અને સૌથી ઝડપી વૃદ્ધિ કરતી કેટેગરીમાં સ્ટ્રીટ-વેર કેટેગરી પણ સામેલ થઈ છે. આ કેટેગરીના પ્રાઇમરી કસ્ટમરની ઉંમર પચ્ચીસ વર્ષ કરતાં ઓછી છે.” આ સાથે જ વેજ એન્ડ નોન-વેજ, એચયુએફ, રોડસ્ટર, બ્રેકબાઉન્સ એન્ડ સ્કલ્ટ, સ્ટસી, ચાઇનાટાઉન માર્કેટ, ધી હન્ડ્રેડ્સ અને થ્રેશર જેવા સ્ટ્રીટ-પ્રેરિત ડઝનેક લેબલ્સનું વેચાણ વધ્યું છે.

ઓનલાઇન ફેશન રિટેલિંગ કંપની મિન્ત્રા અને જબોંગના હેડે કહ્યું હતું. ફ્લિપકાર્ટના આ બંને ફેશન પોર્ટલે 2017માં સ્ટ્રીટ વેરને અલગ વર્ટિકલ તરીકે લોન્ચ કર્યું હતું અને તેમાં 200 બ્રાન્ડ્સને સામેલ કરી હતી. જોકે, ફેબ્રુઆરીમાં ‘ગલી બોય’ ફિલ્મ રિલીઝ થયા બાદ તેની આ કેટેગરીમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે.

ફેશનપ્રેમી યુવા ગ્રાહકોમાં હવે ઓવરસાઇઝ્ડ હૂડી, બેગી અને બોલ્ડ ગ્રાફિક ધરાવતી હિપ-હોપ પ્રેરિત ટી-શર્ટ, સ્કેટબોર્ડ અને સર્ફ વેરનું કલ્ચર નવો સ્ટેટસ સિમ્બોલ છે. આ ટ્રેન્ડ માત્ર શહેરો પૂરતો નથી પરંતુ ઇન્ટરનેટના માધ્યમથી નાનાં નગરોમાં પણ પહોંચ્યો છે. ફેશન બ્રાન્ડ્સ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ નવા ટ્રેન્ડને અનુરૂપ તાલમેલ સાધવામાં વ્યસ્ત થઈ ગઈ છે. ફેશન રિટેલર લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલના MD વસંત કુમાર કહે છે કે, “ફિલ્મ સ્ટાર તેમની ફિલ્મમાં અને એરપોર્ટ પર જેવાં કપડાં પહેરે છે તેવાં જ કપડાંની ગ્રાહકો માંગ કરે છે. જેમ કે ‘સ્ટુડન્ટ ઓફ ધી યર-2’ જેવાં કપડાંની માંગ પણ વધી રહી છે.”

ઇન્ટરનેશનલ સ્ટ્રીટ વેર બ્રાન્ડ્સ માટેની બેંગલુરુ સ્થિત વેબ શોપ કેપ્સુલના સહ-સ્થાપક ભાવિશા દવે જણાવે છે કે, “તેનું 25 ટકા વેચાણ બીજી અને ત્રીજી શ્રેણીનાં માર્કેટ્સમાં થાય છે. સ્ટ્રીટ વેરને વાજબી વેરેબલ આર્ટ તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં સ્નીકર હેડ કલ્ચરની લોકપ્રિયતા વધી છે અને અમારો ટાર્ગેટ 15-28 વર્ષના યુવા ગ્રાહકો છે. જોકે, અમને તો 10 વર્ષથી લઈને 35 વર્ષના ગ્રાહકો પાસેથી પણ ઓર્ડર મળે છે.” માત્ર સ્ટ્રીટ વેરથી યુવા ગ્રાહકોને આકર્ષવા મુશ્કેલ છે, એટલે બ્રાન્ડ્સ અવનવા અખતરા પણ કરે છે. નિષ્ણાતો જણાવે છે કે, ભારતમાં કબડ્ડી, બેડમિન્ટન અને હોકી જેવી રમતોની લોકપ્રિયતા વધી રહી છે એટલે સ્પોર્ટ્સ પણ એક કેટેગરી છે જેના આધારે બ્રાન્ડ્સ યુવા ગ્રાહકો ખેંચી શકે.

READ ALSO

Related posts

સિંગર મિકા સિંહે દેશવાસીઓની માંગી માફી, ત્યાર પછી FWICE એ લીધો આ નિર્ણય

Path Shah

અમદાવાદ : નકલી બ્લડ પ્રેશરની દવા વેચનારા ઝડપાયા, 25 હજાર મેડિસીન સ્લીપનો જથ્થો જપ્ત

Mayur

અમિત શાહે પોતાની ધરપકડ પર તે સમયે કહ્યુ હતું- ‘મે સમંદર હું, લૌટકર જરૂર આઉંગા’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!