ચાલુ ટ્રેનમાંથી મહિલા ઉતરતા કોન્સ્ટેબલ દોડ્યો, મહિલાનો આબાદ બચાવ

ચાલુ ટ્રેનમાંથી પગ લપસી જતા રેલવે પોલીસના જવાને મહિલાનો આબાદ બચાવ કર્યો હતો. રેલવેના કોન્સ્ટેબલ ભુરાભાઈએ મહિલાને ટ્રેનમાંથી પડતા જોઈ ભાગીને તેમનો હાથ પકડીને બચાવી લીધા હતા.

રાત્રી દરમિયાન અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ચાલુ ગાડીએ પ્લેટફોર્મ પર ઉતારવા જતા બનાવ બન્યો હતો.ટ્રેન અને પ્લેટફાર્મ વચ્ચે મહિલા પડી ગઇ હતી.જો કે ટ્રેન રોકાય ત્યાર સુધી મહિલાને પોલીસ જવાને પકડી રાખી હતી. ઘટનાને જોઈ આસપાસના મુસાફરો દોડી આવ્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter