GSTV
Home » News » રાજકોટમાં વાહન યુગ બદલાશે: E-Bus માટે ત્રીજી ટ્રાયલ શરૂ

રાજકોટમાં વાહન યુગ બદલાશે: E-Bus માટે ત્રીજી ટ્રાયલ શરૂ

રાજકોટના મેયર બિના આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, ખડી સમિતિના અધ્યક્ષ ઉદય કાનગડે અગાઉ બે વખત ઈ બસ માટે ટ્રાયલ લીધી હતી. હવે ફરીથી ત્રીજી વખત ઈ બસની ટ્રાયલ લીધી છે. સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ 50 મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી લેવા માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડીને બસની ટ્રાયલની તૈયારી શરૂ થઈ છે.

ટેન્ડરની શરતો અનુસાર એજન્સીઓએ પોતાની ઈ-બસની બે દિવસ માટે રાજકોટ ખાતે ટ્રાયલ આપવાનું નિયત કરવામાં આવેલું હતું. પ્રૂફ ઓફ કન્સેપ્ટ કરવું જરૂરી જણાતા JBM Auto તથા Evey Trans – જેબીએમ તથા એવરી ટ્રાન્સ બન્ને કંપનીની એક એક બસ મૂકી છે. પૈકી એક બસ બી.આર.ટી.એસ. રૂટ પર તથા એક બસ સિટીમાં ચલાવવામાં આવી હતી. અન્ય એક કંપની ટાટા એજન્સી દ્વારા પણ રાજકોટમાં ઈ-બસ ચલાવવા માટે રસ દાખવ્યો છે.  જોકે તેઓ ચાલુ માસમાં આગામી દિવસોમાં ટ્રાયલ આપશે.

ચાર્જીંગ સ્ટેશન બનાવાયું   

અગાઉ એપ્રિલ 2019માં ટ્રાયલ કરેલી હતી, પરંતુ નિયત સમય સુધી ટ્રાયલ કરવામાં આવેલી નહીં. જેથી ફરીથી 11 તથા 12 જુન 2019ના રોજ સવારે 7 થી ટેકનિકલ ટ્રાયલ શરૂ કરવા તૈયારી કરી છે. જે રાત્રીના 9 કલાક સુધી ચાલશે. જોકે તેમાં શહેરીજનોએ મુસાફરી કરી ન હતી. એક વખત આ બસ ચાર્જ કર્યા બાદ 220 કિલોમીટર સુધી ચાલે છે. ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. 

શું થયું એ ચીનની કંપની સાથે 

18 જાન્યુઆરી 2016માં રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓટો ગિયર ઈ-બસ આજી બંધથી મેટોડા સુધી શરૂ થઈ હતી. જે બસ માર્ગ નંબર 18 પર દોડી હતી. 23મી જાન્યપઆરી સુધી ટ્રાયલ બેઝ પર દોડી હતી. એક ચીની કંપની દ્વારા રૂ.1 કરોડના ખર્ચે બસ બની હતી. જે રામપાને મફતમાં આપી હતી. BYD નામની ચાઈનાની કંપની છે. જે બેટરી ટેકનોલોજી માટે જાણીતી છે. જે એક મહિના માટે ચાલવાની હતી. 31 મુસાફરો બેસે એવી આ બસ 8 કલાકની બેટરી ચાર્જ કર્યા બાદ 250 કિ.મી. ચાલે છે. જેમાં કેટલી વીજળી વપરાય છે અને તે ડીઝલ કરતાં કઈ રીતે સસ્તી પડે છે તેનો અભ્યાસ કરવાનો હતો. બસની ઝડપ કેટલી રહેશે તેનો અભ્યાસ કરાયો હતો. પણ તેના કોઈ પરિણામ જાહેર કરવાના બદલે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. બીજા તબક્કાનો રૂટ 24થી 30 જાન્યુઆરી 2016 નક્કી કર્યો હતો. જે ગ્રીન લેન્ડ ચોકડીથી ઓમ રેસીડેન્સી સુધી દોડી હતી. જેનું શું થયું તે રાજકોટના મેયરે જાહેર કર્યું નથી.

એરપોર્ટ ઓથોરિટીએ આપેલી બસ દોડે છે

 22 માર્ચ 2018માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) ફંડ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને રૂ.3.25 કરોડની 5 ઈલેક્ટ્રીક બસ આપવાની જાહેરાત કરી હતી. થોડા સમય પૂર્વે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક પત્ર પાઠવી રાજકોટ મહાનગરપાલિકાને ઇલેકટ્રીક બસ ફાળવવા વિનંતી કરવામાં આવી હતી. એક ઇલેકટ્રીક બસની કિંમત આશરે રૂ.65 લાખ જેવી થાય છે.

ઈલેક્ટ્રીક કાર અને બાઈક પણ રામપા પાસે છે

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઓફિસ કામ માટે ૩ ઇલેક્ટ્રિક બાઈક તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો માટે ઇલેક્ટ્રિક કાર પણ વસાવવામાં આવેલી છે. નેશનલ અર્થ અવર કેપિટલ તરીકે પસંદ થયેલા રાજકોટ શહેરની  થઈ છે.

અમદાવાદથી રાજકોટ આગળ

2020 સુધીમાં અમદાવાદમાં 1,000 ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું પણ આયોજન છે. એક વર્ષમાં જ અમદાવાદમાં 30,000 જેટલી ઈ-રિક્ષા દોડતી કરવામાં આવશે. અમદાવાદે 3 મહિનાથી કંઈ કર્યું નથી. પણ રાજકોટ અમદાવાદથી આગળ થઈ ગયું છે. દેશમાં પ્રથમ વખત ‘બેટરી સ્વૉપ’ ટેક્નોલોજીવાળી ઈલેક્ટ્રીક બસ બેટરી બદલી શકાય તેવી બસ અમદાવાદમાં આવવાની છે. પણ રાજકોટમાં તે અંગે દ્વીધા છે.

ધોરણો શું ?

રાજ્યના વાહન વ્યવહાર વિભાગ અને વાહન વ્યવહાર કમિશ્નર કરેરી દ્રારા ઈ વાહનો માટે હજું સુધી કોઈ ધોરણો નકકી કરાયા નથી. તેના ધોરણો નકકી કરીને તે પ્રમાણેના જ ઈ વાહનો ખરીદ કરવાની નીતિ નક્કી કરવાની જરૂર છે. જો તેમ નહીં થાય તો ઈ વાહન સીસીટીવીની જેમ મોટું કૌભાંડ બની રહેશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે અગાઉ વાહન વ્યવહાર પ્રધાન બની ચૂક્યા છે.

READ ALSO

Related posts

હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું વિવાહિત લોકોમાં બુદ્ધિ ઓછી હોય છે?

Kaushik Bavishi

પાલનપુરની સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટર સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ

Nilesh Jethva

સુરતમાં સ્કૂલવેન ચાલકો પાસે ઉઘાડી લૂંટ કરતા એજન્ટોનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!