ભારત સરકાર ભારતીય વાયુસેના (IAF)ને વધુ મજબુત બનાવવા 1500 કરોડ ડોલરના ખર્ચે 114 ફાઈટર એરક્રાફ્ટ ખરીદશે. ભારતીય વાયુસેનાને આશા છે કે 114 ફાઇટર પ્લેન ખરીદવાનો તેમનો પ્રયાસ ફ્રાંસીસી રાફેલની ખરીદીની પ્રક્રિયાને વધારે ઝડપી બનાવશે. જેમાં 10 વર્ષથી વધારે સમયથી ટળી ગયો હતો.
ફાઈટર નિર્માતા કંપનીઓની ભારત પર નજર
રાફેલ કરારનાં 126થી 36 જેટલા ઓછા થયા બાદ ભારતીય વાયુસેના 144 જેટ ખરીદવા માટે એકવાર ફરીથી વૈશ્વિક બજારમાં પગ મુકી રહ્યું છે. બોઇંગ, લોકહીડ માર્ટિન ઇન્ડિયા, યૂરોફાઇટર, રશિય યૂનાઇટેડ એરક્રાફ્ટ, કોર્પોરેશન અને સાબ જેવી ફાઇટર નિર્માતા 1500 કરોડ રૂપિયાની ડીલ માટે દોડ લગાવી રહી છે. ફાઈટર નિર્માતા કંપનીઓની ડીલ મેળવવા માટે ભારત પર નજર છે.

ઓર્ડર મેળવવા સારી ઓફર આપી રહી છે કંપનીઓ
- આ કંપનીઓએ અગાઉ મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) નિલામી પ્રક્રિયામાં પણ હિસ્સો લીધો હતો.
- ભારતથી ઓર્ડર પ્રાપ્ત કરવાની પ્રતિસ્પર્ધાના કારણે તેમણે કેટલીક સારી ઓફર્સ પણ બનાવી છે. અમેરિકી વિમાન નિર્માતા કંપનીઓએ ભારતમાં એફ-16 અને એફ-16 જેટની ઉત્પાદન લાઇનો સ્થાપિત કરવાની રજુઆત પણ કરી છે.
- નવી દિલ્હી અને પેરિસ 36 અને રાફેલ પુરુ પાડવાની સંભાવનાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ બધા ઉપરાંત અન્ય પણ ઘણી તક છે.
- વિમાનનાં નવી લાઇનને સમાવેશ કરવામાં મોડાના કારણે પહેલા જ ભારતીય વાયુસેનાનાં યુદ્ધથી સંબંધિત યોજનાઓ પર અસર પડી છે.

જગુઆરને એડવાન્સ બનાવવા પર ધ્યાન આપવું જરૂરી
- મિકોયાન-ગુરેવિચન મિગ 21 (MIG-21)ને તબક્કાવાર રીતે ભારતીય વાયુસેનામાંથી હટાવવામાં આવનાર છે, પરંતુ અલગ અલગ કારણોથી નવા ઓર્ડર આવવામાં મોડુ થઇ રહ્યું છે.
- વાયુસેનાને પહેલું રાફેલ આવતા મહિને મળશે અને તમામ 36 વિમાન મળવામાં ચાર વર્ષ લાગશે.
- ભારતીય વાયુસેના રશિયાથી એમઆઇજી29 લેવાની સાથે સુખોઇ એસયુ 30 એમકેઆઇનો ઓર્ડર આપવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે.
- ભારતીય યોજના જગુઆરને વધારે એડવાન્સ બનાવવાની છે જે ગત્ત ઘણા વર્ષોથી અટકેલી પડેલી છે, આ અંગે તત્કાલ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત