આજે છે છેલ્લો દિવસ : આવતીકાલથી 5 દિવસ બેન્કો રહેશે બંધ, જલદી દોડો

જો તમારે બેન્કનું કોઈ કામ હોય તો  આજે જ પુરૂ કરી લો. તેનુ કારણ છે કે સમગ્ર દેશની સરકારી બેન્કો 5 દિવસ બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ બેન્ક કર્મચારીઓની હડતાળ છે. 20 ડિસેમ્બર એટલે કે આજે બેન્કોમાં કામકાજનો છેલ્લો દિવસ છે. શુક્રવાર 21 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની હડતાળ છે.  તેના કારણે બધી સરકારી બેન્કોનુ કામકાજ બંધ રહેશે. તે પછીના દિવસે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશની બધી બેન્કોનુ કામકાજ બંધ રહેશે. 23ના રોજ રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે. 24 ના બધી બેન્કોનું કામકાજ શરૂ રહેશે. 25મીએ નાતાલની રજા છે, જ્યારે 26 ડિસેમ્બરના બેન્ક કર્મચારીઓની હડતાળના કારણે બેન્ક બંધ રહેશે. 21 થી 26 સુધીમાં માત્ર એક દિવસ જ બેન્ક  ખુલ્લી રહેશે. જો કે, હડતાળના દિવસે પ્રાઈવેટ બેન્કોમાં કામકાજ શરૂ રહેશે.

આ દિવસો દરમિયાન બેન્કો રહેશે બંધ

26 ડિસેમ્બરે તો બેંકો એ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરી દીધુ છે. પરંતુ બેંક ઑફિસરોના યુનિયનને 21 ડિસેમ્બરે પણ બેંકો બંધ રાખવાની ચીમકી આપી છે. વળી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ક્રિસમસની રજા આવી રહી છે. આથી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયોમાં બેંકના બધા જ કામકાજ ખોરવાઇ જવાની શક્યતા છે.

ધ ઑલ ઇન્ડિયા બેંક ઑફિસર્સ કોન્ફેડરેશન (AIBOC)એ કહ્યું કે, ક્લાસ 4 અને તેની ઉપરનાં અધિકારીઓને પગારનાં સેટલમેન્ટ અવગણ્યાં હોવાંથી તેનાં વિરોધને ધ્યાને રાખીને બેંકો દ્વારા 21 ડિસેમ્બરે હડતાળ પાડવામાં આવી છે.

જેથી આ હડતાળને લઇને 21થી 26 ડિસેમ્બર સુધી બેંકોનાં કામકાજ પણ ખોરવાય તેવી શક્યતા છે. પરંતુ 24 ડિસેમ્બરનાં સોમવારનાં રોજ બેંકો ચાલુ રહેશે. મહત્વનું છે સાથે સાથે 22 ડિસેમ્બરનાં રોજ બીજો શનિવાર હોવાંથી બેંકો બંધ રહેવાની છે.

AIBOCએ પણ હડતાળની નોટિસમાં જણાવ્યું કે, “અમે સ્કેલ 1થી 6નાં ઑફિસરો માટે પગાર વધારાનો સંપૂર્ણ અધિકૃત આદેશ ઇચ્છીએ છીએ.” આ લેટરની કૉપી દિલ્હીનાં ચીફ લેબર કમિશ્નરને પણ આપવામાં આવી હતી. યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU) હેઠળ નવ બેંક એસોસિયેશન કામ કરે છે. UFBUએ 26 ડિસેમ્બરે પગારનાં સેટલમેન્ટ અને બેંકનાં મર્જર વિરુદ્ઘ હડતાળની જાહેરાત કરી છે.

સરકારની હઠ વિરૂદ્ધ આ આંદોલન

બેંકનાં કર્મચારી અને અધિકારી એક નવેમ્બર 2017થી 11મું વેતન લાગુ કરવાની માંગ કરી રહેલ છે. આને ધ્યાને રાખીને ફોરમનાં સંયોજક શ્રીવર્ધન નેમાએ કહ્યું કે, સરકારની હઠ વિરૂદ્ધ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે UFBUએ ઈન્ડિયન બેન્ક્સ એસોસિયેશનની 8 ટકા પગારવધારાની ઓફર ઠુકરાવી દીધી હતી. એસોસિયેશને સ્કેલ 1થી સ્કેલ 3નાં અધિકારીઓને સેટલમેન્ટ આપવાની તૈયારી દર્શાવી હતી અને સ્કેલ 4 પછીનાં અધિકારીઓ માટે બેંક મુજબ પગાર વધારો આપવાની ઓફર કરી હતી.

AIBOC જનરલ સેક્રેટરી સૌમ્ય દત્તાએ જણાવ્યું કે 1979થી સ્કેલ 1થી સ્કેલ 6નાં મેનેજરનો સાથે પગાર કરાય છે. IBAએ મોટા ભાગનાં બેંક કર્મચારીઓએ આ માટે સહમતિ નથી આપી એ વાતને અવગણી છે જેની સામે અમારો ઉગ્ર વિરોધ છે.

આ કારણે બેન્કો રહેશે બંધ

  • ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન દ્વારા 21 ડિસેમ્બરનાં રોજ હડતાળ કરવામાં આવશે.
  • 22નાં રોજ ચોથો શનિવાર છે.
  • 23નાં રોજ રવિવાર રહેશે.
  • સોમવાર એટલે કે 24નાં રોજ બેંક ખુલ્લી રહેશે.
  • 25નાં રોજ ક્રિસમસની રજા રહેશે.
  • 26 ડિસેમ્બરનાં રોજ યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન દ્વારા હડતાળ કરવામાં આવશે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter