GSTV
Home » News » આતુરતાનો અંત: ગિરનાર રોપ-વે સેવાનો પ્રારંભ, ગણતરીની મિનીટોમાં થશે ગિરનાર દર્શન

આતુરતાનો અંત: ગિરનાર રોપ-વે સેવાનો પ્રારંભ, ગણતરીની મિનીટોમાં થશે ગિરનાર દર્શન

રાજ્યમાં સૌથી ઉંચા પર્વત અને ધાર્મિક સ્થળ ગણાતા ગિરનાર પર્વત માટે છેલ્લા લાંબ સમયથી રોપ-વેની માગ ચાલતી હતી. જો કે થોડા સમય પહેલા આ માગ પુર્ણ થતી હોય તેમ ગિરનાર રોપ-વેને કેન્દ્રની મંજૂરી મળી હતી. ઘણાં સમયથી કામ ચાલી રહ્યું હતું. જો કે આ મામલે અનેક અડચણો આવી હતી.તેમજ અભ્યારણ્ય વિસ્તાર હોય તેમજ દુર્લભ ગીધ પક્ષીનું નિવાસસ્થાન હોય તેથી રોપ-વેને મંજૂરી મળવી કઠીન લાગતી હતી,પરંતુ અંતે તે દિશામાં કામ થયું છે. ત્યારે આજે પ્રથમ વખત ગિરનાર રોપ-વે પર ટ્રાયલ કરવામાં આવી હતી.

જેની આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી અંતે તે ઘડી આવી ગઈ. ગીરનારમાં રોપ-વે સેવા શરૂ થઈ. રોપ-વેનો ટ્રાયલ રન બાદ સૌ પ્રથમ વખત તેને શરૂ કરાઈ. અને તેમાં માલસામાન લઈ જવાયો. હાલ રોપ-વેનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે કરવામાં આવશે. અને થોડા સમય બાદ આ સેવા લોકો માટે શરૂ કરાશે. હાલ છ પોલ પર રોપ-વેને કાર્યરત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

અહીં કોંગ્રેસ, સપા-બસપા સાથે મળીને લડતી તો ભાજપની 8 સીટો ઘટી જતી

Mansi Patel

ભારતમાં મોદી સરકારને ફરી સત્તા મળતા પાડોશી પાકિસ્તાને કર્યું મિસાઇલ પરીક્ષણ

Mansi Patel

લોકસભામાં ભાજપની જીત થતાં ગુજરાત સરકારમાં મોટું પરિવર્તન થશે કે નહી? આ રહ્યો જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!