GSTV
Home » News » મંગળ ગ્રહ પર વૈજ્ઞાનિકોને મળી જીવનની વધુ એક આશા

મંગળ ગ્રહ પર વૈજ્ઞાનિકોને મળી જીવનની વધુ એક આશા

મંગળ ગ્રહ પર જીવનને લઈને તમામ સવાલો પર સંશોધનો ચાલી રહ્યા છે. આ લાલગ્રહ પર પાણીના પુરુવા પહેલા જ મળી ચુક્યા છે. તેને કારણે મંગળ પર જીવન હોવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. હવે આ સંભાવનાઓના આધારે સંશોધનો હાથ ધરાયા છે.

તાજેતરમાં આશાનું વધુ એક કિરણ દેખાયું છે. તેના કારણે મંગળ પર જીવનની સંભાવના વધુ દ્રઢ બની છે. મંગળ પર બોરોન હોવાના પુરાવા મળ્યા છે. જીવન માટે જરૂરી આરએનએના નિર્માણમાં બોરોન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેથી મંગળ પર બોરો મળવું દર્શાવે છે કે આ ગ્રહ પર ક્યારેક જીવન હતું.

નાસાના ક્યૂરોસિટી રોવરે મંગળ પર વસવાટ માટેની ક્ષમતા હોવાનો નવો પુરાવો આપ્યો છે. તેના કારણે જાણકારી મળી રહી છે કે આ ગ્રહ પર બેશક અબજો વર્ષો પહેલા જીવન નષ્ટ થઈ ચુક્યું છે. પરંતુ જીવનની સંભાવનાઓ હજીપણ યથાવત છે. ન્યૂ મેક્સિકોના લ એલામોસમાં આવેલી લૉલ એલામોસ નેશનલ લેબોરેટરીમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચર પેટ્રિક ગેસડાએ જણાવ્યું છે કે સરળ કાર્બનિક અણુને આરએનએમાં ફેરવવામાં બોરેન મહત્વની ભૂમિકા નિભાવે છે.

આરએનએ વગર જીવન શક્ય નથી. મંગળ પર બોરોનની હાજરી જણાવે છે કે મંગળ પર ઓર્ગેનિક્સ હતા. તેથી જ આ રાસાયણિક પ્રક્રિયા થઈ હતી. મંગળ પર થયેલી આ શોધના દૂરોગામી પરિણામો જોવા મળે તેવી સંભાવના છે.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!