GSTV
Home » News » પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

નાગરિકતા સુધારા કાયદાને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં થઈ રહેલા વિરોધનો આજે 9મો દિવસ છે. આસામમાં આજે 9 કલાક માટે કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી છે. આ સમયમાં લોકો સામાનની બજારમાંથી ખરીદી કરતા જોવા મળતા હતા. ગઈકાલે કર્ફ્યુમાં છ કલાક માટે છૂટ આપવામાં આવી હતી. તો ગુવાહાટીમાં આસામ કલાકારો દ્વારા શાંતિપૂર્વક રીતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

હાથમાં બેનર સાથે કલાકારોના ગ્રુપે કાયદાનો વિરોધ કર્યો હતો. તો નાગરિકતા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ પ્રદર્શનથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે અનેક ટ્રેન રદ કરવામાં આવી છે.

તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, નોર્થ 24 પરગનાના અમડંગા અને કલ્યાણીમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ રસ્તા અને રેલવે ટ્રેક જામ કરી દીધા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં 15 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાત ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનું ‘આવી’ બન્યું : ભાજપના પ્રદેશ માળખામાં હોદ્દો નહીં

Mayur

વિશ્વમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર, સામાજિક અશાંતિ વધશે

Mayur

3592 કરોડની છેતરપિંડી કરનાર મુંબઇની ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે CBIનો કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!