GSTV

ફફડાટ/ આ જિલ્લાના લોકો 36 કલાક માટે ઘરોમાં થયા કેદ : સ્કૂલ-કોલેજો અને બજારો પણ થયા બંધ, સરકારે કર્યો આ આદેશ

Last Updated on February 19, 2021 by Karan

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે ફરી એકવાર માથું ઉંચકતાં અહીં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઉદ્ધવ ઠાકરે સરકારે કડક આદેશો આપ્યા છે. જેના કારણે વર્ધા જિલ્લામાં શનિવારે રાતે આઠ વાગ્યાથી સોમવાર સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

આગામી ઓર્ડર સુધી શાળા-કોલેજ બંધ

આદેશ મુજબ ફક્ત મેડિકલ સ્ટોર્સ અને તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને જ કર્ફ્યુમાં ફરવા દેવામાં આવશે. આ સિવાય બધું જ બંધ રહેશે. આ વખતે સરકારે પેટ્રોલ પમ્પ બંધ રાખવાનો આદેશ પણ આપ્યો છે. વર્ધાના જિલ્લા કલેક્ટર પ્રેરણા એચ દેશભરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોને આગામી સૂચના સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નવા નિયમોની જાહેરાત કરી

મુંબઇ બાદ હવે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નવા નિયમોની જાહેરાત કરી છે. જે પ્રમાણે હવે હોટેલોને 50 ટાક ક્ષમતા સાથે સંચાલિત કરવામાં આવશે. આ સાથે જ વર્ધામાં જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.

જો એક બિલ્ડિંગમાં પાંચ કરતા વધારે કોરોના કેસ આવશે તો તેને સીલ કરવામાં આવશે

નાગપુર કોર્પોરેશનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો એક બિલ્ડિંગમાં પાંચ કરતા વધારે કોરોના કેસ આવશે તો તેને સીલ કરવામાં આવશે. સાથે જ જે લોકો હોમ ક્વોરેન્ટાઇન હશે તેમની હાથ પર સ્ટેમ્પ પમ લગાવવામાં આવશે. તો કોઇ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં 20 કરતા વધારે લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુકાયો છે.

નાગપુર અને અકોલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોરોના કેસ મળ્યા

નાગપુરમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 644 કેસ આવ્યા છે. તો 6 લોકોના મોત પણ થયા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 75 દિવસ બાદ રાજ્યમાં 5 હજાર કરતા વધારે કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન નાગપુર અને અકોલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં કોરોના કેસ મળ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસની બગડતી સ્થિતિને લઇને સરકાર ફરીથી કડક પ્રતિબંધો લગાવવાની દિશામાં વિચારી રહી છે.

યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવારે રાતથી જ 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી

યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવારે રાતથી જ 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યારે અમરાવતીમાં વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. હાલના થોડા દિવસોમાં દેશમાં સામે આવેલા કોરોના વાયરસના કુલ કેસના 75 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવ્યા છે.

રેકોર્ડ 2427 દર્દીઓ 24 કલાકમાં મળી

રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના 8 જિલ્લામાં કોરોના સંક્રમણની સંખ્યામાં અચાનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 5427 નવા કોરોના કેસ નોંધાયા છે, જે આ વર્ષે કોઈ પણ રાજ્યમાં સૌથી મોટો આંકડો છે. ખૂબ જ ઝડપથી પાછા સંક્રમિત કરી રહેલા કોરોનાને રોકવા માટે સરકારે કડક માર્ગદર્શિકા જારી કરી છે. તેમજ અમરાવતીમાં વીકએન્ડ અને યવતમાલમાં નાઈટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

નવા વાયરસના 90 નમૂનાઓ ટેસ્ટિંગ માટે મોકલાયા

તે જ સમયે, મુંબઈની બીએમસીએ આવા 90 લોકોના નમૂનાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) માં મોકલ્યા છે, જેમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની સંભાવના જોવા મળી રહી છે. તેનો રિપોર્ટ 7-10 દિવસની અંદર આવશે. ત્યાં સુધી બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana

ભર શિયાળે આવ્યું ચોમાસું: મહારાષ્ટ્ર માટે આગમી 5 દિવસ અત્યંત ભારે, યલો એલર્ટ જાહેર…

pratik shah

600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું એક પણ ખેડૂતનું નથી થયું મોત તો વળતરનો સવાલ જ નથી, કોણ સાચું સરકાર કે ખેડૂતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!