મધ્ય પ્રદેશના અશોકનગરમાં એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય છે. હકીકતમાં બન્યુ છે એવું કે અહીંના અશોકનગરમાં એક વૃદ્ધ દંપતિ સવારે ચા બનાવી રહ્યા હતા. પણ તેમને શું ખબર હતી કે, તેઓ જે ચા બનાવી રહ્યા છે, તેમાં ચાની ભૂકીની જગ્યાએ કિટનાશક દવા નાખી રહ્યા છે, જે ચા પીધા બાદ બંનેના મોત થયા હતા.
વૃદ્ધ મહિલાને આંખે ઓછુ દેખાતુ હતું. એટલા માટે જ તેઓ ચાની ભુકી ઓળખી શક્યા નહીં. ચા ભૂકી ઓછી પડતા તેમણે બીજો ડબ્બો ખોલી તેમાથી લઈને નાખી દીધી, પણ અફસોસ કે તેમાં ચાની જગ્યાએ કીટનાશક દવા હતી. તેનાથી બનાવેલી ચા પીધા બાદ થોડી વારમાં આ બંને વૃદ્ધ દપતિના મોત થઈ ગયા હતા. જો કે, તેમના દિકરાને સારવાર આપ્યા બાદ હાલ તે સ્વસ્થ છે.

મુંગવાલી વિસ્તારમાં આવેલા કછિયાનામાં રહેતા વૃદ્ધ દંપતિ શ્રીકિશન સેન અને કોમલબાઈ પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા હતા. રોજની માફક આજે સવારે પણ તેમને મંદિર જવાની તૈયારી કરી. પતિ-પત્ની અને દિકરો સવારમાં ચા એક સાથે પીતા હતા. પણ તેમને શું ખબર હતી કે, આ ચા તેમના જીવનની છેલ્લી ચા હશે.
READ ALSO
- ડ્રેગન સાથે વધતો સંઘર્ષ : એલએસી પર ચૂપચાપ સૈન્ય વધાર્યું
- દિલ્હી અન્નદાતાઓની આંદોલનની આગ મુંબઈમાં, હજારો ખેડૂતો આર્થિક રાજધાનીમાં યોજશે રેલી
- શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી
- શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….
- SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…