GSTV
Home » News » આજે દેવશયની એકાદશી, હિન્દુ ધર્મમાં બંધ થશે શુભ કાર્યો

આજે દેવશયની એકાદશી, હિન્દુ ધર્મમાં બંધ થશે શુભ કાર્યો

હિન્દુ ધર્મમાં અષાઢ માસની શુકલ પક્ષનું ઘણું મહત્ત્વ છે. તેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. સાથ તેના બીજા પણ કેટલાય નામ છે. આજના દિવસે હરિશયની મનાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે આજના દિવસથી ભગવાન વિષ્ણુ સૂવાનું શરૂ કરે છે અને ચાર મહિના પછી એટલે કે દેવપ્રબોધિની એકાદશીના દિવસે જે કાર્તિક મહિનાના શુક્લ પક્ષે આવે છે, ત્યારે જાગે છે. માન્યતા છે કે આ મહિનામાં કોઈ પણ શુભ કાર્ય થતું નથી. લગ્ન અને ધર્મ સંબંધી કોઈપણ શુભ કાર્ય થતું નથી.

આ દિવસે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી ચૂકેલા લોકો ચાતુર્માસ વ્રત શરૂ કરે છે. માન્યતા છે કે અષાઢ માસની એકાદશીના દિવસે ભગવાન આરામ માટે ચાલ્યા જાય છે, તેને દેવશયની એકાદશી કહે છે. તેની વચ્ચે કોઈપણ શુભ કાર્ય ન કરવું જોઈએ.

જ્યાં સુધી જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ નિદ્રામાં લીન રહે છે, ત્યાં સુધી ભગવાન શીવ અને અન્ય દેવી-દેવતા સૃષ્ટિનું સંચાલન કરે છે. ચાર મહિના બાદ જ્યારે ભગવાન જાગે છે ત્યારે દેવી દેવતા સ્વર્ગમાં પુષ્પ વર્ષા કરે છે અને ખુશ થાય છે. તે સમયે શુભ કાર્ય કરવા માટે તૈયાર થાય છે.

માન્યતા છે કે આ સમયે કરાયેલા શુભ કાર્ય ફળદાયી હોય છે. દેવઉઠી એકાદશીને દિવાળી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે બધા દેવી-દેવતા ભગવાન વિષ્ણુના જાગવાની ખુશીમાં ધરતી પર આવીને દિવાળીની ઉજવણી કરે છે.

Read Also

Related posts

શિયાળામાં વસાણા બનાવવા છે તો નોંધી લો અડદિયા કેરેમલ ડ્રાયફ્રૂટ્સ ટાટની રેસિપી, અને શરીરને બનાવો તંદુરસ્ત

Dharika Jansari

તમે બિકિની વેક્સ કરાવો છો તો ભૂલથી પણ ન કરતાં આ વસ્તુ, આવશે પસ્તાવાનો વારો

Dharika Jansari

આ રાશિના જાતકો પર થશે શનિદેવની કૃપા, જુઓ તમારી રાશિ તો નથી ને!?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!